________________
(ર૧) ધન્ય બની ધરા
શ્રી ઋષભદેવ ભગવાનનું ચરિત્ર (રર) પલ પલ પલટે પાંખ જેમાં રત્નસાર ચરિત્ર છે. (૨૩) જાગે આતમ રામ જીવને
મળે મુકામ જેમાં ભીમસેન ચરિત્ર (૨૪) આભ ઉંચેરો આભા પતિ જેમાં ચંદરાજાનું જીવન ચરિત્ર (૨૫) ઉર વદે પુર
જેમાં ચંદ્રકેવલી ચરિત્ર છે. પ્રભાવ પ્રજ્ઞાનો સ્વભાવ સંપત્તિનો'-આ ગ્રંથમાં આચાર્ય મનોહરકીર્તિસાગરસૂરિજી એ લક્ષ્મી અને સરસ્વતીની કથા આલેખી છે. લક્ષ્મી અને સરસ્વતી બેય એકમેકનું ચઢિયાતાપણું પુરવાર કરવા મથે છે પણ અંતે બંને પોતપોતાની મર્યાદાઓ સ્વીકારી લે છે ને એકમેકની ઉપયોગિતાની કબૂલાત કરે છે. મોટું કોઈ નથી, મોટી છે સમ્યક ઉપયોગિતા. એના સદઉપયોગમાં જ મોટાઈ છે. દુરપયોગ દારૂણ પરિણામ સર્જે છે. સુપરિણામનું નિમિત બને છે."
આમ, આ ગ્રંથમાં લક્ષ્મી અને સરસ્વતીની સુંદર કથા નિરૂપાઈ છે. જેમાં ઓગણત્રીશ કથા આપી છે જેમાં બંનેના સંવાદો છે. આચાર્યશ્રીએ સુંદર રીતે કથાને આલેખી બંનેનો સમન્વય કર્યો છે. આ કથા વિ.સં. ર૦૫૯માં લખી.
તરંગવતી ગ્રંથમાં પૂ. આચાર્ય મનોહરકીર્તિસાગરસૂરિએ ર૫ ભાગમાં કથાને વહેંચી છે. તેમણે લખ્યું છે કે, અશાન્ત, બેચેન, વ્યગ્ર અને ચિત્કાર કરતુ મન શાંત બને, પ્રશાન્ત બને, આત્મારંગી બને એનામાં મુક્તિનો અનુરાગ પ્રગટે એ માટે છે તરંગવતીની અલૌક્કિ કથા.૧૦
આચાર્યશ્રીએ આ કથાને જીવંત બનાવી દીધી છે. એમણે કથાને સુંદર રીતે રજૂ કરી છે. તરંગવતી ખુદ આ કથાને કહી રહી છે. આ એક અદ્ભુત કથા છે. આધ્યાત્મિક ઉડાણો અને ઉડ્ડયનોથી ભરેલી છે. આમ, આ કથા વાંચતા કે સાંભળતા આનંદ સ્વરૂપ બની જવાય. આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ.સા.ની જીવન ઝલક - વિ.સ.ર૦૦૩માં આસો વદ-૧ર, જંબુસર પાસે અણખી ગામમાં તેમનો જન્મ થયો હતો. તેમનું સંસારી નામ પ્રવીણ હતું. તેમના માતા પ્રભાવતીબેન (સાધ્વી પદ્મલતાશ્રીજી) અને પિતા હીરાભાઈ (મુનિ શ્રી હીરવિજયજી) હતા.
તેઓ નાના હતા ત્યારે એકવાર કધોણી ટૂંકી ચઢી અને ટૂંકી બાંહ્યના ખમીસના લેબાસમાં પાડાપોળમાં પૂજ્ય બા મ.સા.(પદ્મલતાશ્રીજી)ની કઠોર કૃપાદ્રષ્ટિમાં આવ્યા. સાવ રખડું ધૂળથી ખરડાયેલા પગ અંગૂઠાથી લઈ સુકાયેલા પરસેવાના
506