________________
દીધો? કે પછી અગ્રજનો અનુરાગ તને એ માર્ગે ખેંચી ગયો? | તારા વિના આ ઘર સૂનું સૂનું થઈ ગયું છે. સર્વત્ર ઉદાસી છવાઈ ગઈ છે. આજે હું બેસહારા બની ગયો છું-દિશા શુન્ય બની ગયો છું. અને પુત્રવધૂન? એ બિચારી પાણી વિનાની માછલીની જેમ તરફડી રહે છે-એનો વિચાર કરૂ છું ને મારું કાળજુ કંપી ઉઠે છે....બેટા તને શું કહું? તારે નાગિલાનો વિચાર તો કરવો જ જોઇતો હતો. આટલું બોલતા રાષ્ટ્રકૂટ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.
રેવતી માતા પણ મનની વ્યથાને રજુ કરે છે. તે કહે છે, બેટા! તારા વિના ઘર શૂન્ય ભાસે છે. મને કાંઈ જ ગમતુ નથી... બધું જ હોવા છતાં અમે નિરાધાર બની ગયા. તે સારો મારગ જ લીધો છે છતાં પણ મારી મોહદશા મને રડાવે છે. મારો રાગ મને દુઃખી કરે છે બસ! હવે, તું સુખી રહે, આત્માનું કલ્યાણ કર. - નાગિલા પણ પોતાની વ્યથાને રજુ કરે છે. તે કહે છે હે નાથ, તું જલદી આવી જા. તું નહિ આવે તો હું જીવી નહિ શકું.....મારી વ્યથા... મારી વેદના તું કેવી રીતે જાણે? રોઇ રોઇને મારી આંખો સૂજી ગઈ છે.
શું ખરેખર! તું શ્રમણ બની ગયો છે? શા માટે? એવા કેવા સંયોગ પેદા થયા કે તારે શ્રમણ બની જવું પડ્યું? તું તો ભાઈ મુનિરાજને વિદાય આપવા ગયો હતો....તને ભાઈ પ્રત્યે અનુરાગ હોય પરંતુ તું વૈરાગી ન હતો....તારા ગયા પછી તારી રાહ જોતી હું બેસી જ રહી..... મારા જીવનમાં આ પહેલું જ દુઃખ આવ્યું....અસહ્ય દુ:ખ છે આ. .
ઓ ભગવાન!... અમારા પર પાપી દેવ રૂઠી ગયો છે.....શું તું અમારી રક્ષા નહિ કરે? તું દયાળુ છે, કરૂણાવંત છે, ઓ પ્રભુ! અમારા પર તારી કરૂણાનો ધોધ વરસાવ.....
એકાંતમાં બેઠેલા ભવદેવમુનિ રડી પડ્યા. તેઓ વિચારે છે કે, માતા-પિતા એ મને સુખ આપ્યું, મેં એમને દુઃખ આપ્યું, એમણે મને વાત્સલ્ય આપ્યું, મે તેમને વેદના આપી. એમણે મને સ્નેહ આપ્યો, મેં એમને ઉકળાટ આપ્યો....હું કુપુત્ર નીવડ્યો....હું અધમ નીવડ્યો. મેં નાગિલા સાથે વિશ્વાસઘાત કર્યો છે. મેં વચન ન પાળ્યું.
નાગિલા! મારા પ્રત્યે તું નારાજ ન થઈશ. તને દુઃખી કરવાનો મને વિચાર પણ નથી આવ્યો. તું મારા હૃદયમાં છે ને રહીશ. દેવી! તું મારી છે ને હું તારો છું. એક દિવસ હું તારી પાસે આવીશ જરૂર આવીશ.
497