________________
કૃતિ છે. ૧૩મી સદીમાં રચાયેલ ગ્રંથ “કુમારપાળ પ્રતિબોધ'માં હેમચંદ્રસૂરિએ કુમારપાળ રાજાને વિવિધ કથા દ્વારા બોધ આપ્યો, તેનું વર્ણન છે. ૧૩મી સદીમાં રચેલ અમમસ્વામી ચરિતમાં ભાવિ તીર્થકર અમમસ્વામીનું ચરિત્ર નિરૂપવામાં આવ્યું છે. ૧૩મી સદીમાં માલધારી દેવપ્રભસૂરિએ જેને મહાભારતનું નિરૂપણ કર્યું, જેનું નામ પાંડવ ચરિત્ર” રાખ્યું છે. આ ગ્રંથ વિસંગતિના કલંકથી મુક્ત છે. ૧૩મી સદીમાં રચાયેલ ધર્મરત્નપ્રકરણમાં શ્રાવક અને સાધુના સંબંધથી બે પ્રકારના ધર્મરત્ન કહેલ છે. કથાતત્વથી ભરપુર આ ગ્રંથ છે.
૧૪મી સદીમાં રચાયેલ ગ્રંથ શીલોપદેશમાલાના કર્તા જયકીર્તિસૂરિજી છે. આ ગ્રંથમાં શીલનું મહત્વ સમજાવવા અનેક દૃષ્ટાંતો છે.
૧૬મી સદીમાં રચાયેલ ગ્રંથ પ્રદ્યુમ્ન ચરિત્ર પણ સુંદર કૃતિ છે. જેમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નનું જીવન નિરૂપાયું છે.
૧૭મી સદીમાં રચેલ પાંડવપુરાણ ગ્રંથમાં પાંડવોની રોચક કથાનું આલેખન છે. ૧૭મી સદીમાં રચેલ કથીરત્નાકરમાં ૨૫૮ કથાઓ છે. જેમાં શૃંગારથી લઇને વૈરાગ્ય સુધીના વિચારો અને ભાવોનો સમાવેશ થાય છે. ૧૭મી સદીમાં રચાયેલ તરંગવતી ગ્રંથ પણ શ્રેષ્ઠ કૃતિ છે.
આ ઉપરાંત સર્વ કૌમુદી ગ્રંથ જેમાં શ્રેણિક રાજાને કહેલી કથાનું આલેખન છે. તે પણ અદ્ભુત કૃતિ છે. અવધિજ્ઞાની ધર્મદાસ ગણિ રચેલ કૃતિ ઉપદેશમાળા કથારસથી ભરપૂર ગ્રંથ છે. જેમાં એક વત્સલ પિતા પોતાના પુત્રને વાત્સલ્યસભર જે હિત વચનો કહે છે તે દષ્ટાંતો દ્વારા નિરૂપ્યા છે.
આમ, આવા ગ્રંથોના વાંચનથી વૈરાગ્યની પુષ્ટિ થાય છે.
આ ઉપરાંત મધ્યકાલીન યુગમાં રાસાઓ, બારમાસી, ફાગુની જે રચનાઓ થઈ તેના વર્ણન પણ આ પ્રકરણમાં છે. મધ્યકાલીન રાસા અત્યંત લોકપ્રિય મનાતું હતું. તેમજ શ્રીપાળ રાજાનું ચરિત્ર, ધન્ના-શાલીભદ્ર ચરિત્ર, માનતુંગ-માનવતી ચરિત્ર, ઋષિદત્તા ચરિત્ર, નળદમયંતી, જંબુસ્વામી ચરિત, ચિત્રસેન-પદ્માવતી ચરિત્ર, યશોધર ચરિત્ર, સુરસુંદરિ ચરિત્ર, વિવિધ સતીઓના ચરિત્ર, મુનિ પતિ ચરિત્ર, શ્રી ચંદ્રકેવલી રાસ, મધ્યકાલીન જૈન કવિઓ તેમજ તેમણે રચેલી જેન કથા કૃતિઓ આદિના વર્ણન આ પ્રકરણમાં આલેખ્યાં છે.
482