________________
(૨) વિક્ષેપણી કથા:- પરમતના કથન દ્વારા સ્વમતનું મહત્ત્વ મૂલ્ય પ્રતિપાદન કરતી કથા વિક્ષેપણી કહેવાય છે
જિનસેનાચાર્યના મતે મિથ્યાત્વનું ખંડન કરવા વિક્ષેપણી કથા છે. (૩) સંવેદન કથા - સંસારના દુઃખો, અસારતા, શરીરની અશુચિ, અનિત્યતા વગેરે ભાવ દર્શાવતી વૈરાગ્ય પ્રેરક-વર્ધક કથા સંવેદન કથા ગણાય છે.
જિનાસેનાચાર્ય મતે પુણ્યફળ સ્વરૂપ વિભૂતિનું વર્ણન કરવા માટે સંવેગિની કથા
(૪) નિર્વેદની કથા:- કર્મોના આશુભ ફળના ઉદયથી દુઃખની પરંપરા ભોગવવી, સંસાર પ્રત્યે વૈરાગ્ય દ્વારા ત્યાગ કરવાની ભાવનાનું નિરૂપણ કરતી કથા નિર્વેદની કહેવાય છે.
જિનસેનાચાર્યના મતે વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે નિર્વેદની કથા કહેવી જોઈએ.
જૈનકથાઓની વધુ વિચારણા કરતા તેમાં માત્ર સંકીર્ણકથા કે ધર્મકથાના ભેદપ્રભેદો જ માત્ર નથી વર્ણવ્યા, પરંતુ જીવનમાં કંઈ કથાઓ હોય છે તેની પણ સૂક્ષ્મ વિચારણા અનેક આગમ ગ્રંથોમાં અને પરવર્તી કથાઓમાં તથા પુરાણોમાં જોવા મળે છે. આવી હેય કથાઓની સૌ પ્રથમ વિચારણા ‘નિશીથચૂર્ણિમાં કરવામાં આવી છે. આ વિચારણા પાછળ ખાસ તો જૈન પરંપરાનું જીવન પ્રત્યેનું દૃષ્ટિબિંદુ જ જવાબદાર છે. અને આ સર્વ પ્રભેદો કોઈ લક્ષણ ગ્રંથોને આધારે નથી પડ્યા, પરંતુ આગમોના ઉપદેશની પ્રબળ પરંપરામાંથી ઉદ્ભવ્યા છે.
સંયમમાં બાધક, ચારિત્રધર્મ વિરુધ્ધ કથાને ‘વિકથા' કહેવામાં આવે છે. વિકથાના ચાર ભેદો છે. (૧)સ્ત્રીકથા (૨)ભક્તકથા (૩)દેશકથા (૪)રાજકથા આ પ્રત્યેકના પણ પ્રભેદો છે. સ્ત્રીકથાના ચાર ભેદ છે. (૧)જાતિકથા (૨)કુલકથા (૩)રૂપકથા (૪)વેશકથા ભક્તકથાના ચાર ભેદ છે. (૧)આલાપસ્થા (ર)નિર્વાપકથા (૩)આરંભકથા (૪)નિષ્ઠાનકથા દેશકથાના ચાર ભેદ છે. (૧)દેશવિધિ કથા (ર)દેશવિકલ્પકથા (૩)દેશછંદકથા (૪)દેશનેપચ્યકથા રાજકથાના ચાર ભેદ છે.
26