________________
શ્રેષ્ઠીપુત્રી સાથે થયા હતા. પરંતુ ધમિલને યૌવનના સુખપભોગમાં રસ ન હતો એટલે એ માટે એની માતાએ એને જુગારીઓની સોબત કરાવી. તેમ કરતા તે વેશ્યાઓની સોબતે ચડ્યો. માતપિતાના અવસાન પછી ધન હતું ત્યાં સુધી યશોમતી ધમ્મિલને મોકલતી રહી. પણ એ ખલાસ થયું એટલે યશોમતી પિયર ચાલી ગઈ અને ધમિલને વેશ્યાએ બહાર કાઢ્યો. એથી ધમ્મિલની આંખ ઊઘડી. ફરી તે ગૃહસ્થ જીવન તરફ વળ્યો, પ્રગતિ સાધી, બીજી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને ભોગવિલાસ ભોગવવા લાગ્યો. પરંતુ એથી સંતોષ ન થતાં એક વખત સાધુ પાસે ધર્મોપદેશ સાંભળતા ફરી એનામાં વૈરાગ્ય જાગ્યો. અને છેવટે એણે ચારિત્ર્ય ગ્રહણ કર્યું. (૧૦) હેમરત્નસૂરિ - દેવતિલકસૂરિના શિષ્ય જ્ઞાનતિલકસૂરિના પદ્મરાજ ગણિના શિષ્ય હેમરત્નસૂરિએ રચેલી પાંચેક રાસ કૃતિઓ ઉપલબ્ધ છે. જે હજુ અપ્રસિધ્ધ છે. તેઓ ઈ.સ.ના સોળમાં શતકના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતા. એમણે ઈ.સ.૧૫૪૩માં પાલીનગરમાં “શીલવતી કથા”ની રચના કરી છે. હેમરત્નસૂરિએ એ જ વર્ષે લીલાવતી' નામની બીજી એક રાસકૃતિની રચના કરી છે. ઈ.સ.૧૫૯૧માં ગારોબાદલકથા”ની રચના સાદડી નગરમાં કરી છે. શ્રી હેમરત્નસૂરિએ “સીતાચરિત્ર” નામની પણ એક કૃતિની રચના કરી છે. જેમાં જૈન પરંપરાનુસારી રામસીતાની કથાનું સાત સર્ગમાં આલેખન કરવામાં આવ્યું છે. ચોપાઇ, દુહા અને જુદી જુદી દેશીઓની ઢાલમાં આ કૃતિ લખાયેલી છે. ત્રીજા સર્ગને અંતે કવિ જૈન રામાયણ “પદ્મચરિત્ર”નો નિર્દેશ કરે છે. (૧૧) કુશળલાભ - વાચક કુશળલાભ ઈ.સ.ના સોળમા સૈકાના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતા. “તેજસાર રાસ”માં અને અગડદત્ત રાસ”માં તેઓ પોતાના ગુરુ અભયધર્મ ઉપાધ્યાયનો ઉલ્લેખ કરે છે. કુશળલાભે બે મહત્ત્વની રાસકૃતિઓનું સર્જન રાજસ્થાનના જેસલમેરમાં કર્યું હતું. તેમણે રચેલા નવકાર છંદ આજે પણ વખણાય
(૧૨) વાચક નયસુંદરઃ- ઈ.સ.ના સોળમા સૈકાના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા જૈન કવિઓમાં વાચક નયસુંદર એક સમર્થ કવિ છે. નયસુંદર પોતે માણિકયરત્નના લઘુ બંધુ હતા એવો પોતાની રાસકૃતિઓમાં ઉલ્લેખ કર્યો છે. નયસુંદરની એક શિષ્યા તે સાધ્વી શ્રી હેમશ્રી એમણે કનકાવતી આખ્યાન નામની રાસકૃતિની રચના કરી છે. જેના સાધ્વીઓમાં હેમશ્રી એક વિરલ કવયિત્રી છે.
નળદમયંતી રાસ, રૂપચંદકુંવરરાસ એ નયસુંદરની સમર્થ કૃતિઓ છે. નળદમયંતી રાસ - કવિ નયસુંદરની આ કૃતિ જેન પરંપરાની અન્ય રાસ કૃતિ કરતાં
472