________________
આ ગ્રંથ ગુજરાતી તથા બાળબોધ ટાઈપમાં મૂલમાત્ર શ્રાવક ભીમશી માણેક તરફથી વિ.સં.૧૯૬૮માં પ્રસિધ્ધ કરવામાં આવેલ. તે હાલ અલભ્ય છે. આ ગ્રંથનો મૂળ સાથે અનુવાદઃ
આ ગ્રંથનો અનુવાદ અલભ્ય હોવાથી આ વિજયકલાપૂર્ણ સૂરીશ્વરજી મ.ના આજ્ઞાવર્તીની પ્રશાંતમૂર્તિ પૂ.સાધ્વીજી શ્રી ચતુરશ્રીજી મ.સા.ના શિષ્યા સાધ્વી નિર્મળાશ્રીજી મ.સા.એ કરી. ગ્રંથનો અનુવાદ ગિરિરાજની પરમ પવિત્ર છાયામાં વિ.સં.૨૦૩૩માં કાર્તિક સુદી ૫ બુધવારે શરૂ થયું અને વિ.સં.૨૦૩૩ અષાડ સુદ ૬ ગુરુવારે પૂર્ણ થયું.
આ ગ્રંથનું સંપાદન કાર્ય પ.કપૂરચંદ રણછોડદાસ વારૈયા દ્વારા થયું. (અધ્યાપક શ્રી જૈન સૂક્ષ્મતત્વ બોધ પાઠશાળા, પાલીતાણા)
ગ્રંથકાર જ્ઞાનવિમલસૂરિજી મ.સા.નો પરિચય જન્મઃ વિ.સં.૧૯૯૪માં મારવાડ દેશના ભિનમાલ નગરમાં થયો હતો. તેઓ વિશા ઓસવાલ જ્ઞાતિના હતા. પિતાનું નામ વાસવ શેઠ, માતા કનકાવતી, તેમનું નામ નાથુમલ.
૮ વર્ષની વયે મુનિશ્રી ધીરવિમલગણિ પાસે સંયમ લીધું. વિ.સં.૧૭ર૭માં પંડિત પદથી ગુરુએ વિભૂષિત કર્યા. સં.૧૭૪૮ ફા.સુ.પને દિવસે સંડેર ગામમાં આચાર્ય પદથી તેમને વિભૂષિત કર્યા.
ન્યાયવિશારદ શ્રીમદ્ યશોવિજયજી, ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી, શ્રી દેવચંદ્રજી, શ્રી આનંદધનજી વગેરે તેમના સમકાલીન હતા. તેઓએ સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી ભાષામાં અનેક ગ્રંથો રચ્યા. તે પૈકી કથાને લગતા શ્રીપાલચરિત્ર, જંબુસ્વામી રાસ, શ્રી ચંદ્રકેવલી રાસ, સૂર્યાભ નાટક, બારવ્રત ગ્રહણ રાસ.
તેમનું આયુષ્ય ૮૮ વર્ષનું હતું. વિ.સં.૧૭૮રમાં ખંભાત મુકામે આસો વદ ૪ના દિવસે પ્રભાતે અનશન પૂર્વક ૮૦ વર્ષનો સુદીર્ઘ દીક્ષા પર્યાય પાળી તેમણે કાળ કર્યો ત્યારે ૪૦ દિવસ ખંભાતમાં આમારિ પ્રવર્તન કરાયેલ દરિયામાં માછીમારની જાળો બંધ રહેલ.
સુરતના સૈયદ પરાના નંદીશ્વર દ્વીપ જિનાલયમાં તેમના પગલાની દેરી છે. આમ, ૧૮મી શતાબ્દીને તેમણે પોતાના તપઃપૂત જીવનથી સંવિગ્નપણાથી, જ્ઞાનના પ્રકાશથી તથા અનેક ગુણોથી અજવાળી છે.*
467