________________
હતું. તે ગાય-બળદ ચરાવતો હતો. એક ઉત્સવના દિવસે બધાં ઘરોમાં મિષ્ટાન્ન તૈયાર થતું જોઇ તેણે પોતાની માતાને ખીર બનાવવાનું કહ્યું. તે ગરીબ માતા પાડોશીઓ પાસેથી દૂધ, સાકર, ચોખા માંગી લાવી, ખીર બનાવી, બાળકને પીરસી કામે ગઈ. તે જ વખતે પારણા માટે એક મુનિ આવ્યા. સંગમે પોતાનું ભોજન તેમને આપી દીધું. રાતે ભૂખને કારણે તે મરી ગયો. પરંતુ આહાર દાનરૂપી પુણ્યફળથી રાજગૃહમાં શેઠ ગોભદ્ર અને શેઠાણી ભદ્રાને ત્યાં તે જન્મ્યો. તેનું નામ શાલિભદ્ર પાડવામાં આવ્યું. તે ખૂબ સુંદર અને ગુણવાન હતો. જ્યારે તે યુવાન થયો ત્યારે તેના પિતાએ ૩ર કન્યાઓ સાથે તેના લગ્ન કરાવ્યા અને આ રીતે તે આનંદ પૂર્વક દિવસો પસાર કરવા લાગ્યો. તેના પિતા મુનિ બની ગયા અને સમાધિમરણ પૂર્વક સ્વર્ગે ગયા. દેવતા બની તેમણે પોતાના પુત્ર શાલિભદ્ર માટે પ્રચુર ધન સંગ્રહ કર્યો. એક દિવસ તેની માતાએ તેની વહુઓ માટે ૩ર બહુમૂલ્ય રત્ન કમ્બલ ખરીદી. તેમાંની એકને પણ ખરીદવાનું સામર્થ્ય રાજા શ્રેણિકમાં ન હતું. એક દિવસ પોતાના વૈભવને જોવા માટે રાજા શ્રેણિકને સાધારણ મનુષ્યના વેશમાં આવેલા જોઈ અને પોતાના ઉપર પણ કોઈ નાથ છે એ સમજીને શાલિભદ્ર સંસારથી વિરક્ત થઈ ગયા. પ્રત્યેકબુધ્ધ બની ગયા અને દીક્ષા ગ્રહણ કરી તપ કરવા લાગ્યા. પોતાના સાળાના આ ચરિત્રને જોઈ ધન્યકુમાર પણ બધો વૈભવ છોડી દીક્ષિત થઈ ગયા. બંને ઘોર તપ કરી સ્વર્ગે ગયા. ધન્ના શાલીભદ્ર પર ઘણી કૃતિ લખાઈ તે નીચે પ્રમાણે છે. ૧. ધન્યકુમાર યા સાલિભદ્ર યતિ ગુણભદ્ર
૧રમીસદી ૨. ધન્યશાલિ ચરિત્ર
પૂર્ણભદ્ર
સં.૧૨૮૫ ૩. શાલિભદ્ર ચરિત્ર
ધર્મકુમાર
સં.૧૩૩૪ ૪. ધન્યશાલિભદ્ર ચરિત્ર
ભદ્રગુપ્ત
સં.૧૪૨૮ ૫. ધન્યશાલિભદ્ર ચરિત્ર
દયાવર્ધન
સં.૧૪૬૩ ૬. ધન્યકુમાર
સકલકીર્તિ
સં.૧૪૬૪ ૭. ધન્યશાલિ ચરિત્ર
જિનકીર્તિ
સં.૧૨૯૭ ૮. ધન્યશાલિ ચરિત્ર
જયાનંદ
સં.૧૫૧૦ ૯. ધન્યકુમાર ચરિત્ર
યશકીર્તિ ૧૦. ધન્યકુમાર ચરિત્ર
મલ્લિષણ
૧૬મીનો પ્રારંભ ૧૧. ધન્યકુમાર ચરિત્ર
નેમિદત્ત
સં.૧૫૧૮-રર ૧૨. શાલિભદ્ર ચરિત્ર
વિનયસાગર
સં.૧૬ર૩ ૧૩. શાલિભદ્ર ચરિત્ર
પ્રભાચન્દ્ર ૧૪. શાલિભદ્ર ચરિત્ર(પ્રાકૃત) અજ્ઞાત ૧૫. શાલિભદ્ર ચરિત્ર(પ્રાકૃત) અજ્ઞાત
છે.
442