________________
લક્ષ્મીરત્નએ સંવત ૧૭૪૧માં ૬ ઢાળ ૧૩૫ કડીમાં ખેમા હડાલિયાનો રાસ રચ્યો.
અમરચંદે સંવત ૧૭૪૫માં ૩ ખંડ ૩૦ કડીમાં વિદ્યાવિલાસ રાસ રચ્યો. જેમાં વિદ્યાવિલાસની કથા ગૂંથી છે.
યશોવર્ધને સંવત ૧૭૪૭માં ૩ર ઢાળમાં ચંદનમલયાગીરી રાસ રચ્યો. જેમાં ચંદનમલયાગીરીની કથા ગૂંથી છે. સંવત ૧૭૫૧માં જંબુસ્વામી રાસ રચ્યો. જેમાં જંબુસ્વામીની કથા વર્ણવી છે. સંવત ૧૭૫૮માં વિદ્યાવિલાસ રાસ રચ્યો. જેમાં વિદ્યાવિલાસની કથા આલેખી છે.
ઉદયરત્નએ સંવત ૧૭૪માં ૬૬ ઢાળમાં જંબુસ્વામી રાસ રચ્યો. જેમાં જંબૂની કથા વર્ણવી છે. સંવત ૧૭૫૯માં ૯ ઢાળમાં સ્યુલિભદ્ર રાસ રચ્યો. જેમાં સ્યુલિભદ્રની કથા ગૂંથી છે. સંવત ૧૭૬૧માં ૯૩ ઢાળ ર૮ર૧ કડીમાં મુનિપતિ રાસ રચ્યો. જેમાં મુનિપતિનું ચરિત્ર વર્ણવ્યું છે. સંવત ૧૭૬રમાં ૩૧ ઢાળ ૮૮૦ કડીમાં રાજસિંહ રાસ રચ્યો. જેમાં રાજસિંહની કથા ગૂંથી છે. સંવત ૧૭૬૬માં ૧૩૩ ઢાળ ર૯૭૫માં મલયસુંદરી મહાબલ રાસ રચ્યો. જેમાં મલયસુંદરી અને મહાબલની કથા ગૂંથી છે. સંવત ૧૭૬૭માં ૮૧ ઢાળ ૧૫૦૩ કડીમાં યશોધર રાસ રચ્યો. જેમાં યશોધર ચરિત્ર વર્ણવ્યું છે. સંવત ૧૭૬૭માં ૨૧ ઢાળ ૩૪૮ કડીમાં લીલાવતી સુમતિવિલાસ રાસ રચ્યો. જેમાં લીલાવતી સુમતિવિલાસની કથા આલેખી છે. સંવત ૧૭૬૮માં ર૭ ઢાળ ૩૯૬ કડીમાં ધર્મબુધ્ધિ મંત્રી અને પાપબુધ્ધિ રાજાનો રાસ રચ્યો. સંવત ૧૭૬૯માં ૯૭ ઢાળ ર૪ર૪ કડીમાં ભુવનભાનુ કેવલીરાસ રચ્યો. જેમાં ભુવનભાનુ કેવલીનું ચરિત્ર વર્ણવ્યું છે. સંવત ૧૭૮રમાં ૧૩ ઢાળ ૧૮૩ કડીમાં દામન્નક રાસ રચ્યો. સંવત ૧૭૮રમાં ૧૩ ઢાળમાં વરદત્ત ગુણમંજરી રાસ રચ્યો. જેમાં વરદત્ત ગુણમંજરીની કથા આલેખી છે. સંવત ૧૭૮૫ માં ર૩ ઢાળમાં સુદર્શન શ્રેષ્ઠી રાસ રચ્યો. જેમાં સુદર્શન શ્રેષ્ઠીની કથા ગૂંથી છે. સંવત ૧૭૯૯માં હરિવંશરાસ રચ્યો. સંવત ૧૭૮૨માં ભરતપુત્રરાસ રચ્યો. જેમાં ભરતપુત્રની કથા વર્ણવી છે.
નેમવિજયે સંવત ૧૭૫૦માં ૮૪ ઢાળ ર૦૬૧ કડીમાં શીલવતી રાસ રચ્યો. જેમાં શીલવતીના શીલનું વર્ણન કર્યું છે. સંવત ૧૭૫૮માં ૪ ખંડ ૬૩ ઢાળ ર૦૧૨ કડીમાં વચ્છરાજ ચરિત્ર રાસ રચ્યો. સંવત ૧૭૫૫માં પર ઢાળમાં સુમિત્ર રાસ રચ્યો. સંવત ૧૭૬૮માં ધર્મબુધ્ધિ પાપબુધ્ધિરાસ રચ્યો. સંવત ૧૭૮૭માં ૩૯ ઢાળ ૧૯૫૮ કડીમાં તેજસાર રાજર્ષિરાસ રચ્યો. સંવત ૧૭૯૦માં સીતારાસ રચ્યો.
વિનયચંદ્રએ સંવત ૧૭૫રમાં ૪૨ ઢાળ ૮૪૮ કડીમાં ઉત્તમકુમાર રાસ રચ્યો. જેમાં ઉત્તમકુમારનું ચરિત્ર વર્ણવ્યું છે. મયણરેહા રાસ રચ્યો. જેમાં મયણરેહાની કથા ગૂંથી
415