________________
માનસાગરે સંવત ૧૭૪૬માં ૯ ઢાળમાં કાન્હડ કઠિયારાનો રાસ રચ્યો. કાન્હડ કઠિયારાની જેમ શીલ પાળવાથી મનના મનોરથ ફળે છે. સંવત ૧૭૫લ્માં ૪ ઢાળમાં સુભદ્રારાસ રચ્યો. જેમાં સુભદ્રાની કથા ગૂંથી છે.
પરમસાગરે સંવત ૧૭૨૪માં ૬૪ ઢાળમાં વિક્રમાદિત્ય રાસ રચ્યો. જેમાં વિક્રમાદિત્યની કથા વર્ણવી છે.
- તત્ત્વવિજયે ૪ ખંડ ૩૪ ઢાળ ૮૩૧ કડીમાં સંવત ૧૭૨૪માં અમરદત્ત મિત્રાનંદ રાસ રચ્યો. તેમાં અમરદત્ત અને મિત્રાનંદની કથા દ્વારા દાનનું મહત્ત્વ બતાવ્યું છે.
હીરાણંદ-હરમુનિએ સંવત ૧૭ર૪માં ૪૫ ઢાળ ૭૦૪ કડીમાં સાગરદત્ત રાસ રચ્યો. જેમાં સાગરદત્તની કથા ગૂંથી છે.
લક્ષ્મી વલ્લભ-રાજ-હેમરાજે ૬ ખંડ ૭૫ ઢાળમાં ૩૧૬૮ કડીમાં વિક્રમાદિત્ય પંચદંડ રાસ રચ્યો. જેમાં નવરસનું વર્ણન છે.
૧૭ ઢાળ ૨૫૭ કડીમાં દાન વિષયે અમરકુમાર ચરિત્ર રાસ રચ્યો.
જિતવિજયે સંવત ૧૭ર૬માં હરિબલ રાસ રચ્યો. જેમાં જીવદયાનું મહત્વ બતાવ્યું છે. કરૂણાથી નવનિધિ મળે છે અને જગતમાં જસ વધે છે.
યશોનંદે સંવત ૧૭ર૬માં ૬ર૧ કડીમાં રાજસિંહ કુમાર રાસ રચ્યો. જેમાં નવકારનો મહિમા ગૂંથી લીધો છે.
લક્ષ્મીવિજયે સંવત ૧૭૨૭માં ૭૦૯ કડીમાં શ્રીપાળ મયણાસુંદરી રાસ રચ્યો. જેમાં સિધ્ધચક્રનું મહત્ત્વ દર્શાવતી શ્રીપાલ મયણાની જીવન ગાથા આલેખી છે.
જિનવિજયે સંવત ૧૭ર૭માં ધન્નાશાલીભદ્ર રાસ રચ્યો. જેમાં ધન્નાશાલીભદ્રની કથા ગૂંથી છે. સંવત ૧૭૫૧માં ૨૭ ઢાળ ૪૮૭ કડીમાં ગુણાવલી રાસ રચ્યો. જેમાં ગુણાવલીની કથા વર્ણવી છે.
જ્ઞાનવિમલસૂરિએ સંવત ૧૭૩૮માં ૩૫ ઢાળ ૬૦૦ કડીમાં જંબુરાસ રચ્યો. જેમાં જંબુકુમારનું ચરિત્ર વર્ણવ્યું છે. સંવત ૧૭૬પમાં ૩૮ ઢાળ ૧૧રર કડીમાં રણસિંહરાજર્ષિ રાસ રચ્યો. જેમાં રણસિંહરાજર્ષિની કથા ગૂંથી છે. સંવત ૧૭૭૦માં ૧૧૧ ઢાળમાં ૨૩૯૪ કડીમાં ચંદકેવલી રાસ રચ્યો. સંવત ૧૭૭૪માં ૩૧ ઢાળમાં અશોકચંદ્ર રોહિણી રાસ રચ્યો.
કનકનિધાને સંવત ૧૭૨૮માં ર૪ ઢાળ ૩રર કડીમાં રત્નચૂડ વ્યવહારી રાસ રચ્યો. જેમાં રત્નચૂડની કથા વર્ણવી છે.
413