________________
સંવત ૧૯૯૮માં પુજાઋષિરાસ રચ્યો. મયણરેહા રાસ રચ્યો. જેમાં મયણરેહાની કથા વર્ણવી છે. સંવત ૧૭૦૦માં ૬૦૬ કડીનો દ્વીપદી રાસ રચ્યો. જેમાં દ્વીપદીની કથા ગૂંથી છે.
પ્રેમવિજયે સંવત ૧૬૭૭માં ૨૫ ઢાળ પ૦૪ કડીનો વસ્તુપાલ તેજપાલ રાસ રચ્યો. જેમાં વસ્તુપાલ તેજપાલની કથા આલેખી છે.
ભાવરત્નએ સંવત ૧૬૬૦માં ૫૦૬ કડીનો કનકશ્રેષ્ઠી રાસ રચ્યો. જેમાં કનકશ્રેષ્ઠીની કથા ગૂંથી છે. વિજયકુશલ શિષ્ય સંવત ૧૯૬૧માં શીલરત્ન રાસ રચ્યો.
સહજકીર્તિએ સંવત ૧૯૬૧માં ૪૩૧ કડીનો સુદર્શનશ્રેષ્ઠીરાસ રચ્યો. જેમાં સુદર્શનશ્રેષ્ઠીની કથા વર્ણવી છે. સંવત ૧૬૬૭માં કલાવતી રાસ રચ્યો. જેમાં કલાવતીની કથા ગૂંથી છે. સંવત ૧૬૭૫માં ર૩ર કડીનો સાગરશ્રેષ્ઠી કથા રચી. જેમાં સાગરશ્રેષ્ઠી કથા આલેખી છે. સંવત ૧૬૮૮ માં ૮૧ કડીનો શીલરાસ રચ્યો.
હેમવિજય ગણિએ સંવત ૧૯૬૧માં કમલવિજયરાસ રચ્યો.
મેઘરાજે સંવત ૧૬૬૪માં નળદમયંતી રાસ રચ્યો. તેમણે સોળ સતી રાસ પણ રચ્યો. જેમાં નળદમયંતીની કથા ગૂંથી છે.
કનકસુંદરે સંવત ૧૬૬રમાં ૭૩૨ કડીનો જ ખંડમાં કપૂરમંજરીનો રાસ રચ્યો. જેમાં કપૂરમંજરીની કથા દ્વારા લોભપણું દૂર કરવાનું સમજાવાયું છે. તેમણે સગાલસા રાસ ૪૮૯ કડીમાં સંવત ૧૬૬૭માં રચ્યો. જેમાં સગાલસાહની કથા ગૂંથી છે.
સંવત ૧૬૭૩માં ૯૩ કડીનો રૂપસનરાસ રચ્યો. જેમાં રૂપસેન કથા વર્ણવી છે. ૪૧૨ કડીનો દેવદત્ત રાસ રચ્યો. જેમાં દેવદત્ત કથાને ગૂંથી લેવાઈ છે.
લાલવિજય નંદમણિયાર રાસ રચ્યો. જેમાં નંદમણિયારની કથા આલેખી છે.
ઋષભદાસે સંવત ૧૬૬રમાં ૧૨૭૧ કડીનો (૧૧૮ ઢાળ) ઋષભદેવરાસ રચ્યો. જેમાં ઋષભદેવનું ચરિત્ર વર્ણવ્યું છે. સંવત ૧૬૬૮માં ૪૨૫ કડીનો સુમિત્ર રાજર્ષિરાસ રચ્યો. જેમા સુમિત્રરાજર્ષિની કથા ગૂંથી છે. સંવત ૧૬૬૮માં ૭૩ર કડીનો સ્થૂલિભદ્ર રાસ રચ્યો.જેમાં સ્યુલિભદ્રની કથા વર્ણવી છે. સંવત ૧૯૭૦માં ૫૫૭ કડીનો અજાકુમાર રાસ રચ્યો. જેમાં અજાકુમારની કથા વર્ણવી છે. સંવત ૧૯૭૦માં ૪૬૯૯ કડીનો કુમારપાળ રાસ રચ્યો. જેમાં કુમારપાળની કથા ગૂંથી છે. સંવત ૧૯૭૮માં ૧૧૧૬ કડીનો ભરત બાહુબલિરાસ રચ્યો. જેમાં ભરતબાહુબલિની કથા વર્ણવી છે. સંવત ૧૬૮૨માં ૧૮૫૧ કડીનો ૭ ખંડમાં શ્રેણિકરાસ રચ્યો. જેમાં શ્રેણિક કથા ગૂંથી છે.
404