________________
કથા ગૂંથી છે. સંવત ૧૫૯૧માં ગજસુકુમાલઋષિરાસ રચ્યો. જેમાં ગજસુકુમાલ મુનિની કથા વર્ણવી છે.
સમરચંદ્ર શિષ્ય ૧૨૩ર ગાથાનો શ્રેણિકરાસ રચ્યો. જેમાં શ્રેણિક કથા વર્ણવાયી
કવિ દોલતવિજયે ખુમાણરાસ રચ્યો.
કવિ પુષ્યરત્નએ સંવત ૧૫૯૬ પહેલા ૬૫ ગાથાનો નેમિરાસ રચ્યો. જેમાં નેમિનાથના જીવનનું વર્ણન કથા દ્વારા ગૂંથી લેવાયું છે.
કવિ વાસણે સંવત ૧૫૯૭માં આનંદવિમલસૂરિ રાસ રચ્યો.
ભાવ ઉપાધ્યાયે હરિશ્ચંદ્ર રાસ, અંબડરાસ ૧૬મી સદીમાં રચ્યા જેમાં અંબડ કથા ગૂંથી છે.
વિજયભદ્રએ ૭૭ ગાથાનો કમલાવતી રાસ, ૭૭ કડીનો કલાવતી સતી રાસ રચ્યો. જેમાં સતીકલાવતીના શીલની કથા વર્ણવાઈ છે. આ રાસાઓ ૧૬મી સદીમાં રચાયા.
ઉદયરત્નએ સંવત ૧૫૯૮ માં અજાપુત્ર રાસ રચ્યો. જેમાં અજાપુત્રની કથા રાસ સ્વરૂપે ગૂંથી છે.
ખમે સં.૧પ૯૬માં ૩૩ ગાથાનો નેમિરાસ રચ્યો. જેમાં નેમિનાથની કથા ગૂંથી છે.
આમ, ૧૯મી સદીના જે રાસાઓ લખાયા તેમાં સાધુમેરુએ પુણ્યસારની કથા, શુભશીલગણિએ પ્રસેનજિતની કથા, મતિશેખરે ધન્નાની કથા, કુરગુડુમુનિની કથા, મયણરોહા સતીની કથા, જિનદાસે શ્રેણિક કથા, યશોધર કથા, આદિનાથ ચરિત્ર, કરઠંડુ કથા(પૂજાફળ પર), હનુમંત કથા, કવિ દેપાલે અભયકુમાર-શ્રેણિક કથા, જિાવડ-ભાવડની કથા, પાર્શ્વનાથ જીરાઉલાની કથા, લાવણ્ય સમયે સુરપ્રિયકેવલી કથા, પરદેશી રાજાની કથા, શુકરાક સહેલીની કથા, જંબૂની કથા, ઉદયરત્નએ અજાપુત્રની કથા રાસાઓમાં ગૂંથી છે. આ ઉપરાંત બીજા ઘણા કવિઓ આ સદીમાં થઈ ગયા જેમણે વિવિધ રાસાની રચના કરી છે.
૧૭ મી સદી સોમવિમલ સૂરિએ સંવત ૧૬૦૩માં ૬૮૧ ગાથાનો શ્રેણિકરાસ રચ્યો. સંવત ૧૬રરમાં દાન વિષયે ચંપકશ્રેષ્ઠી રાસ રચ્યો. જેમાં ચંપકશ્રેષ્ઠીની કથા ગૂંથી છે. સંવત ૧૬૩૩માં ૩૦૩ ગાથાનો ક્ષુલ્લકકુમાર રાસ રચ્યો. જેમાં ક્ષુલ્લક કુમાર કથા ગૂંથી છે.
398