________________
વિ.સં.૧૨૭૧
ધર્મરત્ન પ્રકરણ
શ્રી શાંતિસૂરિ મ.સા.કૃત ધર્મરત્ન પ્રકરણ ગ્રંથ શ્રી શાંતિસૂરિ મ.સા.એ રચ્યો છે. જેઓશ્રી બૃહદ ગચ્છમાં શ્રી સર્વદેવ સૂરિના શિષ્ય શ્રી નેમિચંદ્રસૂરિના શિષ્ય હતા. તેઓશ્રી એ સંવત ૧૨૭૧ના વૈશાખ સુદ ૮ ગુરૂવારના રોજ આ ગ્રંથ રચ્યો છે. તે સ્વોપજ્ઞવૃત્તિ સાથે છે. આ ગ્રંથના રચનાર મહાત્માથી અર્વાચીન શ્રી દેવેંદ્રસૂરિએ આ ગ્રંથની બીજી મોટી ટીકા ચૌદમા સૈકાના આરંભમાં રચેલ છે. ધર્મરત્ન પ્રકરણ ગ્રંથની મૂળ ગાથા ૧૪પ છે.
આ ગ્રંથમાં શ્રાવક અને સાધુના સંબંધથી બે પ્રકારના ધર્મરત્ન કહેલ છે. આ ગ્રંથની ત્રણ વાચના છે.
પ્રથમ વાચનામાં એકવીશ ગુણનું સ્વરૂપ છે. શ્રાવકના એકવીશ ગુણો અશુદ્રપણું વગેરેનું સરલ અને સુંદર વિવેચન કથાઓ સાથે જ પ્રથમ વાચનામાં આપેલ છે.
પ્રથમ ગુણ-અશુદ્ધ માટે નારદ-પ્રવર્તક કથા (પા-૧૭) ગુણ-૩ સૌમ્ય માટે અંગષિની કથા (પા-ર૯) ગુણ-૪ લોકપ્રિય માટે સુજાતની કથા (પા-૩૪) ગુણ-૬ પાપભીરૂ માટે સુલસની કથા (પા-૪૨) ગુણ-૮ દાક્ષિણ્ય માટે ક્ષુલ્લક કુમારની કથા (પા-૪૭) ગુણ-૯ લજ્જાળુ માટે શ્રી ચંડરૂદ્રચાર્યના શિષ્યની કથા (પા-પ૪) ગુણ-૧૦ દયાળુ માટે ધર્મરુચિની કથા છે. (પા-પ૯). ગુણ-૧૧ મધ્યસ્થ માટે સોમવસુ બ્રાહ્મણ કથા (પા-૬૧) ગુણ-૧૨ ગુણનો રાગી માટે ધનસાર્થવાહ-વંકચૂલ કથા (પા-૭૦) ગુણ-૧૪ સુપક્ષ યુક્ત માટે પ્રભાકર-જિનમતિ કથા (પા-૭૬) ગુણ-૧૫ દીર્ઘ દર્દીપણા માટે ધનશ્રેષ્ઠી કથા (પા-૭૯) ગુણ-૧૮ વિનય માટે પુષ્પસાળના પુત્ર ફળસાળની કથા (પ-૮૭) ગુણ-૧૯ કૃતજ્ઞ માટે ભીમની કથા (પા-૯૦) ગુણ-ર૦ પરહિતાર્થકારી માટે વિજયનું દૃષ્ટાંત (પા-૯૫) ગુણ-ર૧ લબ્ધ લક્ષ્ય માટે શ્રી આર્યરક્ષિતની કથા (પ-૧૦૦)
એકવીસ ગુણના ઉપસંહાર ઉપર ચિત્ર વિનાની ચિત્રવાલી ભૂમિકથા છે. (પ-૧૦૭) બીજી વાચનામાં ભાવશ્રાવકનું સ્વરૂપ છે.
369