________________
વ્યાસ રચિત મહાભારતમાં કર્ણ એ વ્યાસનું લાડકું પાત્ર હોય એમ લાગે. કર્ણ મહાન હતો પણ સંયોગોએ તેને અધમ બનવાની પ્રેરણા આપી. તેનામાં ટોચના ૪ ગુણ હતા. પરાક્રમી, શૂરવીર, વફાદાર, ફતશી, દાનેશ્વરી. કર્ણને વિશેષ સમજવા તો મહાભારત ગ્રંથનો રસ વાંચવો કે ચાખવો જ પડે.
જ્યારે કુંતી તેને “રાધેય’ના બદલે કાંતેય કહેવાનું કહે છે ત્યારે તે સ્પષ્ટ ના પાડી દે છે. કેવી કૃતજ્ઞતા છે તેની પાલક માતા પ્રત્યે તે આ એક વાક્ય પરથી ખ્યાલ આવી જાય. યુધિષ્ઠિર, અર્જુન -
“ઓ દ્વૌપદી! ધર્મ તો મારો સ્વભાવ છે. કોઈ પણ સંયોગોમાં હું તેનો ત્યાગ કરી શકું તેમ નથી.” આ હતા સત્યનિષ્ઠ ધર્મરાજ યુધિષ્ઠિરના શબ્દો.”
જ્યારે પણ દ્રૌપદી આગ બની, ભીમ અને અર્જુન પેટ્રોલ બન્યા. ત્યારે ધર્મરાજ પાણી બનીને જ તે આગ ઉપર વરસતા રહ્યા. આગને ઠારતા રહ્યા. તે જાણતા હતા કે Dynamicની સામે Static બનવું પડે.
યુધિષ્ઠિરનો અર્થ આમ તો યુધ્ધમાં અડગ એવો થાય છે. પણ યુધિષ્ઠિર તો મનુષ્યના અંતરમાં ચાલતા સત્ય-અસત્ય, ધર્મ-અધર્મ, ન્યાય-અન્યાય, કૃપણતા ઉદારતા, વૈર-ક્ષમાના સમરાંગણના તે યોધ્ધા છે. અને અવિચલ યોધ્ધા છે.”
શું ખબર? કુરુક્ષેત્રના મેદાનમાં ખરેખર ગીતાની રચના થઇ છે કે નહિ? જે હોય તે, પરંતુ એ વાત નક્કી છે કે તે દ્વારા શ્રીકૃષ્ણ બે ઉપદેશ આપ્યા
(૧) અહંકાર છોડવા દ્વારા યશકીર્તિની આસક્તિનો ત્યાગ કરો. (ર) સહજ રીતે સ્વધર્મનું પાલન કરો.
શ્રીકૃષ્ણ સાતસો શ્લોકમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો તે જ ગીતા. શ્રીકૃષ્ણ અર્જુનના અહંકારને ગીતાથી માર્યો.
યુધ્ધ માટે શ્રીકૃષ્ણની મદદે ગયેલા અર્જુને નિ:શસ્ત્ર શ્રીકૃષ્ણની માંગણી કરી. આમાં તેની ધાર્મિકતા અને નિર્મળ બુધ્ધિમતા જોવા મળે છે.
અર્જુન ભલે દુર્યોધનની જેમ ઇમેજ'નો આગ્રહી હતો, યશનો કામી હતો, અપયશનો ભીરૂ હતો, તેથી સ્વધર્મનો ત્યાગ કરવા ઉત્સુક બની ગયો હતો. છતાંય જીવદળ ઉત્તમ હતું. આથી જ દુર્યોધનની જેમ શ્રીકૃષ્ણ તેને ગદાથી, જાનથી માર્યો
365