________________
તે ધર્મક્ષેત્ર અને રાજક્ષેત્ર બંને ક્ષેત્રે એમની નીતિ ભિન્ન હતી. ધર્મક્ષેત્રે વિશિષ્ટ કોટિના ધર્માત્મા, રાજકીય ક્ષેત્રે વિશિષ્ટ કોટિના રાજનીતિજ્ઞ હતા.
ભીષ્મ કે દ્રૌણ જેવા વડીલોની સામે લડતા અચકાતા. અર્જુનને તૈયાર કરવા ‘જેવા સાથે તેવા’ની `Tit for Tat' રાજનીતિનું કૃષ્ણે માંડ્યું હતું.
અજૈન પ્રમાણે કૃષ્ણને ભગવત્ સ્વરૂપ અપાયું છે. જેમાં મારનાર કે જિવાડનાર કૃષ્ણ પોતે જ છે એમ કહ્યું છે.
મહાભારતના યુધ્ધને રોકવાની ઘણી કોશિશ શ્રીકૃષ્ણે કરી. જ્યારે યુધ્ધ નક્કી થયું ત્યારે શ્રીકૃષ્ણની સ્વાર્થ વૃત્તિ હતી જ નહિ. તેનું લક્ષ માત્ર પ્રજા ઉપરથી દુષ્ટોને હટાવી સત્પુરુષને સ્થાપન કરવાનું હતું. આ જ બતાવે છે કે તે ધર્માત્મા હતા.
શ્રીકૃષ્ણના મત પ્રમાણે સત્ય, ન્યાય, નીતિ, દયા વગેરે ‘અનુબંધ’ (પરિણામ)ના વિચાર પર આધારિત છે.
રાજનીતિમાં ચાણક્યને કચાંચ ટપી જાય તેવા શ્રીકૃષ્ણ હતા.
આજના કૌરવોને એમનું સ્થાન બતાવવા કૃષ્ણની નીતિ જ જોઇએ. જો મહાભારતમાં કૃષ્ણ ન હોત તો–
શું યુધિષ્ઠિર કુરુક્ષેત્રે પોતાનો રણ-રથ લાવી શક્યા હોત? અર્જુન તો કદાચ કૌરવોના કપટ જોઇ સાધુ જ બની ગયા હોત! ભીષ્મ તો પોતાની શક્તિઓને તપ માર્ગે વાળી ચૂકયા હોત! સહદેવ અને નકુલ અધ્યાત્મ માર્ગે વળી ગયા હોત! હા.....અંતે એ જ થયું પણ આ બધું પહેલા ન બન્યું તેના કારણમાં મુખ્યત્વે કૃષ્ણ હતા, કારણ કે કૃષ્ણ માનતા હતાઃ ‘રાજા કાલસ્ય કારણમ્'.
શ્રીકૃષ્ણ નેમનાથ ભગવાનના ભાઇ હતા.
ભીષ્મઃ- ભીષ્મ એટલે આત્મભોગની પરાકાષ્ટા-(ધૂપસળી)”
પિતા શાન્તનુ માતા ગંગા
પતિના શિકાર ત્રાસથી થાકેલી ગંગા પિયર ચાલી ગઇ. ત્યાં ચારણ મુનિઓની સહાયથી ભીષ્મમાં ધાર્મિક સંસ્કારનું સિંચન કર્યું. અહિંસા, બ્રહ્મચર્યના મહિમા ભીષ્મએ જીવનસાત્ કરી લીધા.
આત્મ બલિદાન પ્રથમ વાટ.
પિતા શાન્તનુ અને સત્યવતીના લગ્ન સમયે આજીવન બ્રહ્મચર્ય લીધું.
362