________________
શ્રીમુખેથી કહે છે.
આમાં રાજા શ્રેણિક, રાણી ચેલ્લણા, રાજકુમાર કૂણિકની કથા વિસ્તારપૂર્વક
છે.
(૧૫) શ્રી કષ્પવડિસિયા - આ આગમ સ્થવિર ભગવંતો દ્વારા ભદ્રબાહુના સમય પહેલા રચાયો હશે એમ અનુમાન થાય છે. આ અર્ધમાર્ગધી ભાષામાં છે. શ્રેણિક રાજાના કાલકુમાર-સુકાલકુમાર આદિ દસ પુત્રોના કથાવર્ણન છે. (૧૬) શ્રી પુફિયા/પુષ્પિકા સૂત્ર:- આ આગમ ગદ્યશૈલીમાં છે. તેમાં ચંદ્ર, સૂર્ય, શુક, બહુપુત્રિક, પૂર્ણભદ્ર, મણિભદ્ર, દત્ત, શિવ, બલ, અનાદર એ દસે જીવો પૂર્વભવમાં ભગવાન પાર્શ્વનાથના શાસનમાં ધર્મનો બોધ પામ્યા હતા. તેમના વિશે ગૌતમ સ્વામી-મહાવીર સ્વામીને પૂછે છે અને મહાવીર પ્રભુ તેમના પૂર્વભવોનું કથન કરે છે. (૧૭) શ્રી પુષ્કચૂલિયા-પુષ્પચૂલિકા સૂત્ર:- આ ગ્રંથમાં પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં “પૂષ્પચૂલા” નામની પ્રવર્તિની સાધ્વીજી પાસે દીક્ષિત દસ સ્ત્રીઓનું કથાનક છે. આ ઉપાંગના દસ અધ્યયન છે. જેનાં નામ આ પ્રમાણે છે. (૧)શ્રીદેવી (૨)હીદેવી (૩)વૃતિદેવી (૪)કીર્તિદેવી (૫)બુધ્ધિદેવી (૬)લક્ષ્મીદેવી (૭) ઈલાદેવી (૮)સુરાદેવી (૯)રસદેવી (૧૦)ગંધદેવી. (૧૮) શ્રીવન્ડિદશા-વૃષ્ણિદશા સૂત્ર:- આ આગમ બારમું ઉપાંગ છે. તેમા ૧૨ અધ્યયન છે. (૧)નિષધ કુમાર (ર)માતલીકુમાર (૩)વહકુમાર (૪)વહેકુમાર (૫)પ્રગતિકુમાર (૬)જ્યોતિકુમાર (૭)દશરથકુમાર (૮)દેઢથકુમાર (૯)મહાધનકુમાર (૧૦)સપ્તધનકુમાર (૧૧)દશધન કુમાર (૧૨)શતધનકુમાર. (૧૯) સંસ્મારક પ્રકીર્ણક - આ આગમ અંતિમ આરાધનાને અનુલક્ષે છે. આ ગ્રંથમાં સંથારો ધારણ કરનારા મહાપુરુષોના સ્મરણ કરવામાં આવ્યા છે. અર્ણિકા પુત્રાચાર્ય, સુકોસલમુનિ, અવંતી સુકુમાલ, ચાણક્ય, કાંકદી નગરીના અભયઘોષરામ આદિ.
ચિલાતી પુત્ર, ગજસુકુમાલ આદિ મહાપુરુષોએ ઉપસર્ગમાં ધારણ કરેલી અપૂર્વ સમતાની અને અંતકાલીન આરાધનાનો મહિમા કર્યો છે. (૨૦) મરણસમાધિ પ્રકીર્ણક - આ આગમમાં મરણ સમાધિની વિસ્તૃત ચર્ચા છે. સમાધિ મરણને અનેક વિપત્તિઓ અને પીડા વચ્ચે સિધ્ધ કરનારા મહાપુરુષોના દૃષ્ટાંતો દર્શાવ્યા છે. જેમકે સનતકુમારચક્રવર્તી, મેતાર્યમુનિ, ચિલાતીપુત્ર, ગજસુકુમાલ, અવંતિસુકુમાલ, અરણિકમુનિ, અંધકમુનિના શિષ્યો, સુકોસલમુનિ, ઈલાચીપુત્ર, સમભાવને સિધ્ધ કરનારા દમદંત મહર્ષિનું દષ્ટાંત છે. જ્યાં સુધી દીપકની