________________
કંડરિકની કથા છે.
આમ, જ્ઞાતા ધર્મકથામાં સંયમને દઢ બનાવતી કથાઓ મધપૂડાં જેવી રસસભર છે. તેમાંથી એક એક મધુબિંદુરૂપી અધ્યયનમાંથી જુદા-જુદો વૈરાગ્યરસ નીતરે છે. આ ગ્રંથમાં દૃષ્ટાંત અને રૂપક કથાઓ પણ છે. જેમકે ઇંડા કહે છે શ્રધ્ધા રાખો, કાચબો કહે છે ધીરજ રાખો, ઘોડા કહે છે વૈરાગ્ય રાખો, ચંદ્ર કહે છે અપ્રમત્તભાવ રાખો, તુંબડું કહે છે નિર્લેપભાવ રાખો, દાવદ્રવ કહે છે સહિષ્ણુતા રાખો, નંદીફળ કહે છે અનાસક્ત ભાવ રાખો.
જ્ઞાતા ધર્મકથા પશુકથાઓ માટે પણ ઉદ્ગમ ગ્રંથ માની શકાય. તેમાં હાથી, અશ્વ, સસલો, કાચબા, મોર, દેડકા, શિયાળ વગેરે પાયારૂપે છે. જેમાં મેરુપ્રભહાથી અહિંસાનું ઉદાહરણ પૂરું પાડે છે.
આ ગ્રંથના બે વિભાગ છે પ્રથમ શ્રુતસ્કંધ ‘જ્ઞાતા” અને બીજા ગ્રુતસ્કંધનું નામ ધર્મકથા” છે. આ બંનેના જોડાણથી જ્ઞાતા ધર્મકથા નામ નિષ્પન્ન થયું છે. આ રીતે પ્રસ્તુત કથા ગ્રંથની મુખ્ય તથા અવાંતર કથામાં અનેક ઘટનાઓ, વિવિધ શબ્દો, વર્ણનો વડે પ્રાચીન કાળની વાતો જણાય છે.
બીજા શ્રુતસ્કંધમાં મૂળ તો ર૦૬ સાધ્વીની કથા છે. કેવળકાલીની કથા પૂર્ણ કથા છે. નારી કથાની દષ્ટિએ આ કથા મહત્ત્વપૂર્ણ છે. (૭) ઉપાસક દશાઃ- જેમાં મહાવીરના મુખ્ય દસ શ્રાવકોના જીવન-ચરિત્રનું વર્ણન છે. આજે પણ આ કથાઓ શ્રાવકધર્મના ઉપાસકો માટે આદર્શરૂપ બની રહી છે. પ્રભુના ૧ર વ્રતધારી શ્રાવકોની સંખ્યા ૧,૫૯,૦૦૦ની હતી. તેમાંના આ દશ પડિમાધારી શ્રાવકોની કથા ઐતિહાસિક મહત્વ ધરાવે છે. મહાવીર સ્વામીના ઉપાસક હોવાથી ઉપાસક દશાંગસૂત્ર નામ રાખવામાં આવ્યું છે. (૮) અન્નકૃતદશા - અંતગડસૂત્ર એટલે સંસારનો સંપૂર્ણ અંત કરાવતી અંતઃકરણની યાત્રા. આ ગ્રંથમાં જન્મ મરણની પરંપરાનો પોતાની સાધનાથી અંત કરનાર દશ વ્યક્તિઓની કથા છે. કેટલીક કથાઓનો સંબંધ અરિષ્ટનેમિ અને કૃષ્ણ વાસુદેવના યુગ સાથે છે. ગજસુકુમાલની કથા લૌકિક કથાને અનુરૂપ વિકસિત થઈ છે. ગ્રંથના અંતિમ ત્રણ વર્ગોની કથાનો સંબંધ મહાવીર તથા રાજા શ્રેણિક સાથે છે.
આ ગ્રંથમાં ૮ વર્ષના અતિમુક્તકુમાર, ૧૬ વર્ષના ગજસુકુમાલથી લઇને આશરે હજાર વર્ષની ઉંમરવાળા અનીયસકુમાર આદિ કુમારોના વર્ણનો છે. (૯) અનુત્તરોપપાતિક દશાઃ- આ ગ્રંથમાં એવી કથાઓ છે જેમણે તપ સાધના દ્વારા