________________
જે પ્રમાણે કહે છે તેમ તો જે કાર્ય ક્રિયમાણ તે કૃત છે. પણ અહીં તો પ્રત્યક્ષ જોઇ શકાય છે કે શૈયા તૈયાર કરવામાં આવે છે ત્યાં સુધી તૈયાર થઈ નથી.'' આમ, જમાલિ દ્વારા આ મંતવ્ય શિષ્યો સમક્ષ રજૂ કરતા કેટલાક મહાવીર સમીપ જાય છે. અને કેટલાક જમાલિનુ મંતવ્ય સ્વીકારી તેની સાથે રહે છે. જમાલિ દ્વારા ચંપામાં ભગવાન મહાવીર સમક્ષ પોતાના કેવલીપણાની ઘોષણા કરે છે. ત્યારબાદ ભગવંત ગૌતમ જમાલિને પ્રશ્ન કરે છે.
હે જમાલિ! જો તું ઉત્પન્ન થયેલા જ્ઞાન-દર્શન ને ધારણ કરનાર કેવલી થઇને વિચરે છે તો આ બે પ્રશ્નોના ઉત્તર આપ. હે જમાલિ! લોક શાશ્વત છે કે અશાશ્વત? ત્યારે તે જમાલિ અનગાર મૌન ધારણ કરી ચૂપચાપ ઊભા રહ્યા. ત્યારે પરમાત્મા કહે છે કે હે જમાલિ! ઘણા નિગ્રંથ શિષ્યો છદ્મસ્થ છે તેઓ આ પ્રશ્નનો ઉત્તર આપવા સમર્થ છે પરંતુ તેઓ ‘હું સર્વજ્ઞ છું’ એવું બોલતા નથી. હે જમાલિ! લોક શાશ્વત છે. એમ પરમાત્મા તેને સમજાવે છે. પરંતુ જમાલિ ભગવંત મહાવીરની આજ્ઞાનું ઉલ્લંઘન કરી બહાર નીકળી ગયા અને મિથ્યાજ્ઞાનવાળા તે અર્ધમાસિક સંલેખના વડે અનશન કરી કાળ કરી લાન્તક દેવલોકને વિષે તેર સાગરોપમની સ્થિતિવાળા ફિલ્ટિષિક દેવોમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી તિર્યંચ, મનુષ્ય અને દેવના ચાર પાંચ ભવો કરીને સિધ્ધ થશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
૫
આજીવક તીર્થકર ગોશાલક કથાનકઃ
તે કાળે તે સમયે શ્રાવસ્તી નગરી હતી જેમાં હાલાહલા નામની આજીવિક કુંભારણ રહેતી હતી. તેણે આજીવક સિધ્ધાંતનો અર્થ સમજ્યો હતો. તે એ મતને માનનારી હતી.
તે સમયે ચોવીશ વર્ષના દીક્ષા પર્યાયવાળો ગોશાલ મંખલિપુત્ર હાલાહલા કુંભારણની હાટમાં આજીવિક સંઘથી ઘેરાયેલો, આજીવિક સિધ્ધાંત અનુસાર પોતાના આત્માને ભાવિત કરતો વિહરી રહ્યો હતો. ત્યારે તેની પાસે અન્ય કોઇ સમયે છ દિશાચરો આવી ચડ્યા. તેઓએ આઠ પ્રકારના પૂર્વગત (નિમિત્તો) અને (નવમ)દશમ માર્ગ (ગીતનૃત્ય)ની પોતાની મતિ પ્રમાણે નિરૂપણા કરી ગોશાલ મંખલિપુત્રને શીખવ્યા. તે શીખીને ગોશાલો ‘હું સર્વજ્ઞ છું' એમ કહેતો ફરવા લાગ્યો. ત્યારે ગૌતમ સ્વામી પ્રભુ મહાવીરને આ અંગે પ્રશ્ન કરે છે અને મહાવીર દ્વારા ગોશાલચરિત્રનો પૂર્વભાગનું વર્ણન કરાયું છે.
આ ગોશાલક મંખલિપુત્રનો મંખલિ નામે મંખ જાતિનો પિતા હતો. મંખલિને ભદ્રા નામની પત્ની હતી. તેનાથી તેને ગોશાલ નામનો પુત્ર થાય છે. ગોશાલક
330