________________
આગમનથી નંદ મણીયાર શેઠ સુશ્રાવક બન્યો. એકવાર નંદ મણીયાર શ્રેષ્ઠી અષ્ટમ ભક્ત વ્રત પૂરું થવાની તૈયારી હતી ત્યારે ભૂખ-તરસથી વ્યાકુળ થઈ ગયો અને તેના મનમાં મનોવિકાર ઉત્પન્ન થયો. તેણે નંદા પુષ્કરિણી ખોદાવાનો સંકલ્પ કર્યો. નંદ મણિયાર નિષ્ણાતો દ્વારા પસંદ કરાયેલ ભૂમિ પર નંદા પુષ્કરિણી ખોદાવે છે. ત્યારબાદ વનખંડ, ચિત્રશાળા, ભોજનશાળા, ચિકિત્સાલય, અલંકારસભા બનાવડાવે છે. અનેક માણસો તેની પ્રશંસા કરે છે. હવે એકવાર અચાનક તેને સોળ પ્રકારના રોગો ઉત્પન્ન થયા. ચિકિત્સાની નિષ્ફળતા મળે છે. ત્યારે તે નંદાપુષ્કરિણીમાં દેડકા (દુર્દર) રૂપે ઉત્પન્ન થયો.
નંદા પુષ્કરિણીમાં અનેક લોકો સ્નાન કરતા, પાણી પીતા, લઈ જતા. ત્યારે બધા નંદ મણિયારના વખાણ કરતા. આ સાંભળી દેડકાને જાતિસ્મરણજ્ઞાન થાય છે. પૂર્વ જન્મનું સ્મરણ થાય છે. એકવાર પ્રભુ મહાવીર નજીકમાં પધારે છે ત્યારે દેડકાને પ્રભુના દર્શન કરવાનું મન થાય છે અને પુષ્કરિણીમાંથી નીકળી રાજમાર્ગે જાય છે. ત્યારે તે રસ્તામાં ઘોડાના પગ નીચે ચગદાઈ જાય છે. ત્યારે તે મહાવ્રત ધારણ કરવાની ઇચ્છાવાળો હતો તેથી મૃત્યુ પામી દેવ બને છે. તે જે દેવલોકમાં ઉત્પન્ન થાય છે તેની સ્થિતિ ચાર પલ્યોપમની છે. ત્યાંથી દુર્દર દેવ સ્થિતિક્ષય થતાં મહાવિદેહમાં ચ્યવન પામી સિધ્ધ, બુધ્ધ, મુક્ત થશે.* પ્રભુ મહાવીરના સમયમાં આનંદ ગાથાપતિઃ
વાણિજ્યગ્રામ નામનું નગર હતું. એ નગરમાં જીતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. એ નગરમાં આનંદ નામનો ધનાઢ્ય ગાથાપતિ રહેતો હતો. તેને શિવાનંદા નામે ભાર્યા હતી. એકવાર પ્રભુ મહાવીર વાણિજ્ય ગ્રામમાં પધારે છે. સમવસરણ રચાય છે. આનંદ પણ ધર્મશ્રવણ કરવા જાય છે. પ્રભુની દેશના સાંભળી આનંદે બાર વ્રત ધારણ કર્યા. તેની પત્ની શિવાનંદા પણ બારવ્રત ધારણ કરે છે. આનંદ ધીરે ધીરે ધર્મ કરતા અનશન કરવાનો સંકલ્પ કરે છે. અને તેમને અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. એ સમયે ગોચરી માટે નીકળેલા ગૌતમસ્વામીને પ્રશ્ન કરે છે કે, ભગવાન! ગૃહસ્થને અવધિજ્ઞાન થઈ શકે? ગૌતમે કહ્યું. હા, થઈ શકે. ત્યારે તેણે કહ્યું, મને આટલું અવધિજ્ઞાન પ્રાપ્ત થયું છે. ત્યારે ગૌતમસ્વામી કહે છે કે આવી અયોગ્ય ધારણા ન કર અને પ્રાયશ્ચિત લે. ત્યારબાદ ગૌતમસ્વામી પ્રભુ મહાવીર પાસે આ શંકાનું સમાધાન મેળવે છે અને આનંદ શ્રાવક પાસે ક્ષમા યાચે છે. ત્યારબાદ આનંદ શ્રાવક ધર્મ ધ્યાન કરી વીસ વરસ બાદ ૧ માસની સંખના કરી કાળ કરી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ૪ પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિધ્ધ, બુધ્ધ થશે. કામદેવ - ચંપાનગરીમાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું. જિતશત્રુરાજા હતો. તે નગરીમાં અતિ
324