________________
વૈશાલી હતી. વર્જાિસંઘમાં લિચ્છવિ અને વિદેહ બંને શાસક હતા. એમાં પ્રધાન શાસક લિચ્છવિ રાજા ચેટક હતા. સિધ્ધાર્થ વર્જિસંઘના એક સદસ્ય-રાજા હતા. વર્ધમાન ગણતંત્રના વાતાવરણમાં મોટા થયાં.”
કુમાર વર્ધમાનના જન્મોત્સવ વખતે જિતશત્રુરાજા આવે છે. જે કુમારને જોઇને મુગ્ધ થઈ જાય છે. જિતશત્રુરાજાને યશોદયારાણીથી યશોદા નામની પુત્રી થાય છે. જે મોટી થતાં તેના લગ્ન વર્ધમાન સાથે કરવામાં આવે છે. વર્ધમાનની વિરક્ત ટેવોથી પરિચિત માતા લગ્ન માટે પુત્રને મનાવી લે છે. યથાકાળે તેમને પ્રિયદર્શના નામની એક પુત્રી થઈ. તથા યોગ્યકાળે તેને તે જ નગરના જમાલિ નામના ક્ષત્રિય કુમાર સાથે પરણાવવામાં આવી. તે જમાલિ વર્ધમાનના મોટા બહેન સુદર્શનાનો જ પુત્ર થતો હતો. તેને પણ પ્રિયદર્શનાથી શેષવતી કે યશસ્વતી નામની કન્યા થઈ.
પ્રભુ ૨૮ વર્ષના થયા ત્યારે માતા-પિતાનો સ્વર્ગવાસ થવાથી મોટાભાઈ નંદિવર્ધન પાસે સંયમ લેવાની રજા માંગી પરંતુ મોટા ભાઈના આગ્રહથી તેઓ બે વર્ષ સંસારમાં નિરાસક્ત ભાવે રહ્યા.
કુમાર વર્ધમાન ઘરની દિવાલોમાં બંધ રહીને પણ મનની દિવાલોનું અતિક્રમણ કરવા લાગ્યા. એમણે સ્વતંત્રતાની સાધનાના ત્રણ આયામ એક સાથે ખોલી દીધા. (૧)અહિંસા (૨)સત્ય (૩)બ્રહ્મચર્ય.
અહિંસાની સાધના માટે તેમણે મૈત્રીનો વિકાસ કર્યો. એમના માટે સૂક્ષ્મ જીવોની હિંસા પણ અસંભવ થઈ ગઈ. તે ના સચિત અન્ન વાપરતા, ન સચિત પાણી પીતા અને ન રાત્રિભોજન કરતા.
સત્યની સાધના માટે તે ધ્યાન અને ભાવનાનો અભ્યાસ કરવા લાગ્યા. હું એકલો છું એ ભાવના દ્વારા તેમણે અનાસક્તિને સાધી અને એ દ્વારા આત્માની ઉપલબ્ધિનું દ્વાર ખોલ્યું.
બ્રહ્મચર્યની સાધના માટે તેમણે અસ્વાદનો અભ્યાસ કર્યો. આહાર સંબંધી તેમણે વિવિધ પ્રયોગ કર્યા. તેના ફળ સ્વરૂપ સરસ અને નીરસ ભોજનમાં એમનું સમત્વ સિધ્ધ થઈ ગયું.
આ સમય દરમ્યાન એક દિવસ કુમાર વર્ધમાન બપોરના સમયે ભોજન કક્ષમાં આવે છે. પુત્રી પ્રિયદર્શનાને ના ખુશ જોઈ વર્ધમાન યશોદાને પ્રશ્ન કરે છે કે પ્રિયદર્શનાને શું થયું છે. ત્યારે યશોદા કહે છે કે, “આપતો રુખ સુખુ ખાવા ટેવાઈ ગયા છો. પરંતુ આપની દીકરી પ્રિયદર્શના હજી પણ પિતાના હાથે ખાવા માટે તરસી રહી છે. ત્યારે વર્ધમાન પ્રિયદર્શનાને બોલાવે છે અને પોતાના ખોળામાં બેસાડી
315