________________
કૃષ્ણજી પણ ખુશ થતા હતા.
ધીમે ધીમે ગજસુકુમાલ વધવા લાગ્યા. યુવાન વયે પહોંચતા તેમના લગ્ન એક રાજકન્યા સાથે અને સોમિલ બ્રાહ્મણની પુત્રી સાથે કરવામાં આવ્યા.
એકવાર બાવીસમા તીર્થંકર ભગવાન નેમિનાથ વિચરતા વિચરતા દ્વારામતી નગરીમાં પધારે છે. ત્યારે તેમની વાણી સાંભળી ગજસુકુમાલનું હદય વૈરાગ્ય વાસિત બન્યું. તેમણે દીક્ષા ગ્રહણ કરવા માતા-પિતાની આજ્ઞા માંગી. ગજસુકુમાલની વાત સાંભળી દેવકી મૂછિત થઈ ગયા. પુત્રને ઘણું સમજાવ્યો પણ ગજસુકુમાલ મક્કમ હતા. તેમનાથ ભગવાન પાસે દીક્ષા લે છે. પ્રભુ પાસે આજ્ઞા માંગી સ્મશાનમાં જઈ ધ્યાનમાં ઉભા રહ્યાં. ત્યાં જ સોમિલ બ્રાહ્મણે ગજસુકુમાલને ધ્યાનમાં ઊભેલા જોયા અને વિમાસણમાં પડ્યો: “આ શું? હજી તો થોડા સમય પહેલાં જ મારી પુત્રીના વિવાહ કર્યો છે અને આણે સંસાર છોડી દીધો.” ગજસુકુમાલને જોઈ ગુસ્સે થઈ તેના મસ્તક પર આગારા મૂકયા. અંગારા મૂકયા છતાં ગજસુકુમાલ સ્વસ્થ રહ્યા. શાંત રહ્યા, ધ્યાનથી જરા પણ ચલાયમાન થયા નહિ. અનિત્ય ભાવના ભાવતા શુક્લધ્યાનમાં આરૂઢ થયા.
જેમ ધાણી શકાય અને ફટાકડા ફૂટે તેમ શ્રી ગજસુકુમાળની ખોપરી ફટફટ ફૂટવા લાગી છતાં તેઓ ધ્યાનમાં સ્થિર રહ્યા. સમભાવથી ઘાતિ કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રકટ થયું.
બીજે દિવસે સવારે શ્રી કૃષ્ણ વાસુદેવ પોતાના પરિવાર સાથે ભગવાન નેમિનાથનાં દર્શને ગયા. ત્યાં ગજસુકુમાલ મુનિ જોવામાં ન આવ્યા, ત્યારે કૃષ્ણજીએ પ્રભુને પૂછયું: “ભગવન? ગજસુકુમાલ મુનિ કયાં છે?” ભગવાને જવાબમાં જણાવ્યું: “એ એમનું કાર્ય સાધી ગયા.” કૃષ્ણજીએ પૂછ્યું શી રીતે? એટલે સઘળી બીના ભગવાને જણાવી. એ હકીકત સાંભળી કૃષ્ણજીને ખૂબ દુ:ખ થયું. કૃષ્ણજી રડતાં હૃદયે ઘર તરફ પાછા ફરતા હતા, તેટલામાં જ દૂરથી સોમિલ બ્રાહ્મણે કૃષ્ણજીને જોઈ લીધા અને તે ગભરાણો. કૃષ્ણજીના ભયથી ત્યાંને ત્યાંજ તેના પ્રાણ નીકળી ગયા.
સૌ ગજસુકુમાલ મુનિની ક્ષમાના અને એમની અપૂર્વ સમતાનાં વખાણ કરવા લાગ્યા.
ધન્ય છે એ મહામુનિ ગજસુકુમાલને કે જેમના મસ્તક ઉપર ધગધગતા ખેરના અંગારા ભરવામાં આવ્યા છતાંય સંપૂર્ણ સમતા ભાવમાં રહ્યા અને કેવલ જ્યોતિને વર્યા.
304