________________
જેટલું અંતર છે. આ કાયા અત્યારે સોળસોળ રોગોની ભોગ બની છે. અને એમાં કીડાઓ ખદબદી રહ્યા છે. ચક્રવર્તીએ તંબોળ થૂક્યું અને નજરો નજર એ થૂંકમાં કીડા ખદબદતા નિહાળ્યા. ચક્રવર્તીનું અભિમાન ઓગળી ગયું. એનો ગર્વ ગળી ગયો અને તેમને ભાન થયું કે આ રૂપ, આ વૈભવ અને આ સત્તા ક્ષણિક છે. વીજળીના ચમકારા જેમ બધું અનિત્ય છે. અને તે જ ક્ષણે તેઓ છ ખંડની ઋદ્ધિ સિદ્ધિને છોડીને ચાલતા થયા. વૈરાગી બન્યા, ત્યાગી બન્યા અને સાધુતાની સાધનામાં તન્મય થયા.
હજારો સ્ત્રીઓ અને લાખો પુરજનો છ-છ મહિના સુધી એમની પાછળ ફરે છે. અને કરુણ ક્રદંન કરે છે. વિલાપ કરે છે અને આંસુ સારે છે, પણ સ્નેહની ષ્ટિથી તેમણે ન જોયું તે ન જ જોયું. છેલ્લે સૌ વિલેમુખે પાછા ફર્યાં.
તપ જપથી કાચા કૃશ થઇ ગઈ એવા સનકુમાર રાજર્ષિનું શરીર ભયંકર રોગોનો ભોગ બન્યું, છતાં તેઓ ઔષધ લેતા નથી. લેવાની ઇચ્છા પણ રાખતા નથી.
બે દેવો પુનઃ તેમની સહનશીલતાની કસોટી કરવા આવ્યા. ઔષધ આપવા લાગ્યા. પણ મહામુનિવરે ઔષધ લેવાની ચોખ્ખી ના પાડી અને કહ્યું આ બાહ્ય ઔષધ તો મારી પાસે પણ છે અને તેમણે પોતાનું થૂંક આંગળીએ ચોપડ્યું, ત્યાં તો એ આંગળી કંચનવર્ણી બની ગઇ. દેવો એ જોઇને સ્તબ્ધ બની ગયા. શું મહર્ષિના શરીરના મળ-મૂત્ર અને થૂંકમાં પણ આવી લબ્ધિઓ-શક્તિઓ ભરી પડી છે. અને તેઓ ભક્તિભર્યા હૃદયે વંદન કરીને અદશ્ય થયા.
દ્રવ્યરોગ દૂર કરવાની તાકાત તો તેમના મળ-મૂત્રમાં હતી. પણ એ તો ભાવ રોગ-કર્મને દૂર કરવા ઇચ્છતા હતા.
સનત્યુમાર રાજર્ષિ ૭૦૦ વર્ષો સુધી સમભાવે રોગોને સહન કરી, સુંદર ચારિત્ર પાળી અને સ્વર્ગે સીધાવ્યા.
આ કથા આપણને સુંદર બોધપાઠ આપી જાય છે કે રૂપ, જ્ઞાન, ઐશ્વર્ય, જાતિ, કુળ, બળ અને લાભ વગેરેનું કોઇ અભિમાન કરશો નહિ.
287