________________
‘ધમ્મકહાણચકોષ’ (ધર્મકથાનક કોષ) અને ભદ્રેશ્વરનું ‘કહાવલિ' (કથાવલિ)નો નામોનો ઉલ્લેખ કરી શકાય.
પ્રાકૃત કથા સાહિત્યમાં શ્રમણોએ રચેલા ધાર્મિક લૌકિક સાહિત્યનો પણ નિર્દેશ કરવો જરૂરી છે. જેવી કે લોકકથાઓ, નીતિકથાઓ, દંતકથાઓ, પરીકથાઓ, પ્રાણીકથાઓ, લઘુકથાઓ, આખ્યાનો આદિ...’’
(૪)અ. ઉદ્ગમઃ
(૧) જૈન કથા સાહિત્યના ઉદ્ગમ વિશે જૈન સાહિત્યના પ્રખર વિદ્વાન ડૉ.સાગરમલ જૈન લખે છે કે,
“કથા સાહિત્યનો ઉદ્ભવ એટલો જ પ્રાચીન છે જેટલું આ પૃથ્વી પર માનવનું અસ્તિત્વ. સાહિત્યિક ઢષ્ટિએ કથાઓની રચનામાં કંઇક જુદાપણું હોય પણ કથાકથનની પરંપરા બહુ જૂની છે. કથા સાહિત્ય માટે અંગ્રેજીમાં literature શબ્દ પ્રચલિત છે એટલે કે આખ્યાન યા રૂપકના રૂપમાં જે કહેવામાં આવે અથવા લખવામાં આવે તે બધું કથાની અન્તર્ગત આવે. સામાન્ય અર્થમાં કહીએ તો “જે કહેવામાં આવે તે કથા છે.’’ પરંતુ જ્યારે આ કથાઓ લેખિત રૂપે પુસ્તકમાં ગૂંથાઇ ત્યારે તેનું સ્વરૂપ સ્થિર થવા પામ્યું હશે. બીજા શબ્દોમાં કહીએ તો પહેલા કથા શ્રુત પરંપરાથી ચાલતી હતી, પછી તેનું લેખિત સ્વરૂપ થયું. આ વાત જૈન સાહિત્યના સંદર્ભમાં પણ સત્ય છે. જૈન પરંપરામાં પહેલા કથા અનુશ્રુતિ રૂપમાં ચાલતી હતી અને એજ કારણ છે કે લૌકિક પરંપરાના આધાર પર એમાં સમયે સમયે સંક્ષેપણ, પરિવર્તન, વિસ્તરણ, પરિશોધન અને સંમિશ્રણ થતું રહ્યું. મૌખિક પરંપરાના રૂપમાં આ કથાઓએ સમગ્ર ભૂમંડલની ચાત્રા કરી છે અને તેમાં વિભિન્ન ધર્મો અને સામાજિક સંસ્કૃતિના માધ્યમથી આંશિક પરિવર્તન અને પરિવર્ધન પણ થયું છે. દુષ્ટાંતરૂપે વિભિન્ન દેશોમાં પ્રચલિત કથાઓમાં થોડું સામ્ય અને થોડું જુદાપણું છે. હિતોપદેશ અને ઇસપની કથાઓ આનું પ્રમાણ છે.''
(ર) જૈન કથાસાહિત્યના ઉદ્ગમ વિશે વિદ્વાન ડૉ. હસુ યાજ્ઞિક લખે છે કે,
જૈન સ્રોતનાં કથાનકોનું મૂળ વૈદિક, બૌધ્ધ કે જૈન પરંપરામાં જોઇ શકાય. ઋષભદેવ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી આફ્રિ તીર્થંકરોની જીવન વિષચક દંતકથાઓ, શારીરિક અને માનસિક ચાતનાઓ, અહિંસા, કર્મવિપાક, સંસાર સંબોધોની નશ્વરતા ઇત્યાદિનાં કથાનકો, અગ્રસર ધર્મ, મુખ્ય સાધુ સાધ્વીના જીવન સંદર્ભે પ્રગટેલાં ચરિત અને પ્રબંધો નિઃશંક જૈન ધારાની નિજી મૂડી છે. શેષ કથાનકોનાં મૂળ અન્ય પરંપરામાં જોઇ શકાય. ધર્મના કેટલાક મહત્ત્વના સિધ્ધાંતો
7