________________
૧૩.શ્રી વિમલનાથ ચરિત્ર સર્ગ-૩જો પ્રથમ ભવઃ- ધાતકીખંડના પ્રાષ્યિદેહ ક્ષેત્રના ભરત નામના વિજયમાં મહાપુરી નામે નગરી છે. જ્યાં પદ્મસેન નામે રાજા હતો. સર્વગુપ્ત આચાર્યની પાસે દીક્ષા લીધી. તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. બીજો ભવઃ- સહસાર દેવલોકમાં મહર્દિક દેવતા થયા. ત્રીજો ભવઃ- જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં કાંડિલ્યપુર નામે નગર છે. ત્યાં કૃતવર્મા નામે રાજા રાજ્ય કરતો હતો. તેને શ્યામા નામે પટ્ટરાણી હતી. પદ્મસેન રાજાનો જીવ તેમના પુત્ર તરીકે જન્મ લે છે. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતા (નિર્મળ) વિમલ થયા હતા. તેથી પિતાએ તેનું વિમલ એવું નામ રાખ્યું. યૌવન વયના થતા માતાપિતાની ઈચ્છાથી લગ્ન કર્યા તેમજ રાજ્ય સંભાળ્યું. દીક્ષા ગ્રહણ કરવાનો વિચાર કરી વાર્ષિક દાન દીધું. દીક્ષા ગ્રહણ કરી બીજે દિવસે જયરાજાને ઘેર પરમ અન્નથી પારણું કર્યું. બે વર્ષ છદ્મસ્થપણે વિહાર કરી પ્રભુ કેવળજ્ઞાનને પામ્યા. છ હજાર સાધુઓની સાથે ૧ માસનું અનશન કરી સાઠ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુ નિર્વાણને પામ્યા.
વાસુપૂજ્ય પ્રભુના નિર્વાણ પછી ત્રીશ સાગરોપમ ગયા ત્યારે શ્રી વિમલનાથ પ્રભુ નિર્વાણ પામ્યા. મહા સુદ ત્રીજ, ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર, મીન રાશિ
X
૬
૧૦ X + ન સૂ ૧૧ બુ
૮ કે
શ
૫
277