________________
નીકળી પ્રભુએ અનેક ગામ, નગર, ખાણ, એમ નવાં નવાં સ્થાનોમાં ૧૪ વર્ષ વિહાર કર્યો. એમ કરતા સહસ્રાવનમાં સાળ વૃક્ષની નીચે કાર્યોત્સર્ગમાં પ્રભુને કાર્તિક માસના કૃષ્ણ પક્ષની પંચમીએ કેવળજ્ઞાન થયું. એ વખતે પ્રભુને છઠ્ઠનો તપ હતો.
દેવતાઓ સમવસરણની રચના કરે છે અને પ્રભુ દેશના આપે છે. દેશના સાંભળી ઘણા પુરુષો અને સ્ત્રીઓ દીક્ષા ગ્રહણ કરે છે. ચારુ વગેરે ગણધરોને પ્રભુ ત્રિપદી આપે છે. ૧૦૨ ગણધરો દ્વાદશાંગી રચે છે. ત્યાર બાદ પ્રભુ વિહાર કરે છે. પ્રભુને વિહાર કરતા બે લાખ સાધુ, ૩ લાખને છત્રીશ હજાર સાધ્વીઓ, બે હજાર અને દોઢસો પૂર્વધારી, નવ હજાર ને છસો અવધિજ્ઞાની, બાર હજાર ને દોઢસો મન:પર્યવજ્ઞાની, ૧૫૦૦૦ કેવલી, ૧૯૦૦૦ અને આઠસો વૈક્રિય લબ્ધિવાળા, ૧ર હજાર વાદ લબ્ધિવાળા, બે લાખ ને ત્રાણું હજાર શ્રાવકો, છ લાખ છત્રીશ હજાર શ્રાવિકાઓનો પરિવાર થયો. કેવળજ્ઞાન પછી પ્રભુ ચાર પૂર્વાંગ અને ૧૪ વર્ષોથી ન્યૂન એવા ૧ લાખ પૂર્વ સુધી વિહાર કર્યો. સમેતશિખરે હજાર મુનિઓ સાથે અનશન કર્યું. ૧ માસને અંતે ચૈત્ર સુદ પાંચમે મૃગશિર નક્ષત્રે તે સર્વે નિર્વાણ પદને પામ્યા. સાઠ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું.
અજિતનાથ પ્રભુના નિર્વાણ પછી ત્રીશ લાખ કોટી સાગરોપમ થયા ત્યારે સંભવનાથ પ્રભુ નિર્વાણ પામ્યા.
જન્મ:- માગશર સુદ ચૌદસ, મૃગસર નક્ષત્ર, મિથુન રાશિ.
८
૧૦
y
૭
સૂ ૯ બુ
૧૧
ગુ ૬ કે
મં
૧૨
રા
ચં
255
પ
3
૧
*
શ
૨
બુધ, ગુરુનો, શુક્ર શનિનો અને ગુરુ રાહુનો સ્વરાશિ પરિવર્તન યોગ તથા શુક્ર મંગળનો ઉચ્ચ રાશિ પરિવર્તન યોગ છે.
ત્રિકોણના શુક્ર શનિ પર ગુરુની ધ્રુષ્ટિ છે. નવેય ગ્રહો ચાર કેન્દ્ર અને બે ત્રિકોણમાં છે.