________________
ઉત્તરાવસ્થામાં રાજા ઋષભદેવે પુત્ર ભરતને રાજ્યશાસન સોંપીને ચૈત્ર કૃષ્ણાષ્ટમીના દિવસે દીક્ષા ગ્રહણ કરી. દીર્ઘ સાધનાને અંતે તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને એ જ દિવસે તેમણે લોકોને અહિંસા, સત્ય આદિ મહાવ્રતોનો ઉપદેશ આપ્યો. આદિ તીર્થકર ભગવાન ઋષભદેવ પ્રથમ રાજા, પ્રથમ સાધુ-ભિક્ષાચાર, પ્રથમ જિન અને પ્રથમ તીર્થકર છે. ભગવાન ઋષભદેવે લોકોને સંદેશ આપ્યો. કોઈ જીવને મારવો નહિ, બધાની સાથે હેતથી રહેવું, અસત્ય બોલવું નહિ, ચોરી કરવી નહિ, શીલપાલન કરવું અને સંતોષથી રહેવું.
ભગવાન ઋષભદેવે કહેલો આ ધર્મ સી પાળવા લાગ્યા. એમણે શ્રી ઋષભસેન ગણધર સહિત સંઘની સ્થાપના કરી, એમના ઉપદેશથી એમના સંઘમાં ચોર્યાશી હજાર સાધુઓ અને ત્રણ લાખ સાધ્વીઓ બન્યા. ત્રણ લાખ અને પચાસ હજાર શ્રાવક અને પાંચ લાખ અને ચોપન હજાર શ્રાવિકાઓ થયાં. આ સંઘને તીર્થ પણ કહેવાય છે, તેથી ઋષભદેવ આદિનાથ- પહેલાં તીર્થ કરનારા એટલે તીર્થકર થયા. ઘણા વર્ષો સુધી એ પૃથ્વીપટ પર વિચર્યા. એમના ત્રિકાળ પ્રકાશિત જ્ઞાનથી લોકોને ધમમાર્ગ બતાવ્યો. ભગવાન ઋષભદેવ અષ્ટાપદ પર નિર્વાણ પામ્યા. આજે પણ ભાવિકો પ્રાતઃ કાળે ઉઠીને ભગવાન આદિનાથનું સ્મરણ કરે છે.
ભગવાન ઋષભદેવના નિર્વાણ કલ્યાણની પાવન ભૂમિ સમો અષ્ટાપદ પર્વત આજે દૃષ્ટિ ગોચર થતો નથી. ધર્મગ્રંથોમાં એનાં અનેક પ્રમાણો મળે છે. આથી આજે એ મહાપવિત્ર અષ્ટાપદ તીર્થને શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અષ્ટાપદ તીર્થ ગ્રંથનું સંકલન કરતા ડૉ.કુમારપાળ દેસાઈ કહે છે કે,
“આદિ તીર્થકર ઋષભદેવ માત્ર ભારતીય ઉપાસક દેવ નથી પરંતુ ભારતની બહાર પણ એમનો પ્રભાવ દેખાય છે. વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ શ્રમણ સંસ્કૃતિ અહિતોપાસનામાં આસ્થાવાન હતી તથા એટલી જ પ્રાચીન છે જેટલી આત્મવિદ્યા, ક્ષત્રિય પરંપરા રહી છે. પુરાણોના અનુસાર ક્ષત્રિયના પૂર્વજ ઋષભદેવ છે. બ્રાહ્મણ પુરાણ ૨:૧૪ માં પાર્થિવ શ્રેષ્ઠ ઋષભદેવને બધા ક્ષત્રિયોના પૂર્વજ કીધા છે."
મહાભારતના શાંતિ પર્વમાં પણ લખ્યું છે કે ક્ષાત્ર ધર્મ ભગવાન આદિનાથથી પ્રવૃત થયો છે. શેષ ધર્મ એના પછી પ્રચલિત થયા છે. પ્રાચીન ભારતની યુધ્ધ પધ્ધતિ નૈતિક બંધનોથી જકડાયેલી હતી. પ્રાચીન યુધ્ધોમાં ઉચ્ચ ચારિત્રનું પ્રદર્શન થતું. આટલી ઉચ્ચ શ્રેણીના ક્ષત્રિય ચરિત્રના ઉદાહરણ બીજે ક્યાંય દેખાતા નથી, આનું એક માત્ર કારણ ઋષભ સંસ્કૃતિનો પ્રભાવ છે. આર્યોએ આ ભારતની પ્રાચીન શ્રમણ પરંપરાથી શીખ્યું છે.
247