________________
પાસે જ દીક્ષા લઇ સંયમ પંથ સાધ્યો. તેઓ કઠીન કર્મોનો નાશ કરીને મુક્તિ પદના ભોગી બન્યા.
(૩) મઘવાઃ- શ્રાવસ્તી નગરીના સમુદ્રવિજય રાજા ને ભદ્રાદેવીના પુત્ર હતા. છ ખંડ વિજેતા, ૬૪ હજાર રાજ્યોના માલિક, ૪રરા ધનુષની કાયા હતી. તેમણે ૫ લાખ વર્ષ આ ભૂમિને ભોગવી. તેમણે રાજ્ય વૈભવ ભોગવી ધર્મપરાયણ જીવન ગાળ્યું. તેઓ ચંદ્રપ્રભુના ભક્ત રાજવી તરીકે જાણીતા છે.
આયુષ્ય પૂર્ણ થતાં ધર્મ આરાધનાના બળે સ્વર્ગમાં સિધાવ્યા.
(૪) સનતકુમાર:- હસ્તિનાપુરના અશ્વસેન રાજા ને સહદેવી રાણીના કુમાર હતા. ૪૧ાા ધનુષની કાયા હતી. ૩ લાખ વર્ષ આ ભૂમિ ભોગવી. ધર્મનાથ અને શાંતિનાથના વચ્ચેના સમયમાં આ પૃથ્વીપટે થઇ ગયા. એમણે રાજવૈભવ ભોગવી ધર્મપરાયણ જિદંગી ગાળી. એમણે આયુષ્ય પૂર્ણ થતાં આ પૃથ્વી પરથી વિદાય લીધી. તેઓએ ધર્મ પસાયે ત્રીજા દેવલોકનું સુખ ભોગવ્યું.
(૫) પાંચમા-શાંતિનાથ (જેમના ચરિત્ર આગળ વર્ણવ્યા છે.) (જેમના ચરિત્ર આગળ વર્ણવ્યા છે.)
(૬) છઠ્ઠા-શ્રીકુંથુનાથ (૭) સાતમા- શ્રી અરનાથ (જેમના ચરિત્ર આગળ વર્ણવ્યા છે.)
(૮) સુભ્રમઃ- હસ્તિનાપુરના કૃતવીર્ય રાજા અને તારાદેવીના પુત્ર હતા. ૨૮ ધનુષની કાયા હતી. ૬૦,૦૦૦ વર્ષ આ ભૂમિને ભોગવી. અરનાથ અને મલ્લિનાથના વચ્ચેના સમયમાં આ પૃથ્વી પેટે હતા. તેઓ રાજ્ય વૈભવને મોજ વિલાસમાં રચ્યા પચ્યા રહેતા. એ અરનાથ ભગવાનના ભક્ત હતા. પાપનું પ્રાયશ્ચિત ન કરવાથી કર્મસત્તાએ સાતમી નારકે મોકલ્યા.
(૯) મહાપદ્મ:- વારાણસી નગરીના પદ્મોતર રાજા ને જ્વાલા દેવીના પુત્ર હતા. ૨૦ ધનુષની કાયા હતી. તેમણે ૩૦,૦૦૦ વર્ષ આ ભૂમિને ભોગવી. તે મુનિસુવ્રત સ્વામીના સમયમાં થઇ ગયા. તેમણે રાજ્ય વૈભવ ભોગવવા છતાં પણ ધર્મ સાધના કરી હતી. તેમણે બધુંય ત્યાગીને ભગવાન પાસે દીક્ષા લીધી સંયમધારી બન્યા. એમણે કઠિન કર્મોનો નાશ કરી મુક્તિ સુંદરીને મેળવી લીધી.
(૧૦) હરિષણઃ- કાંપિલ્યપુરના મહાહરિ રાજા અને મેરાદેવીના પુત્ર હતા. નેવ્યાશી સો વર્ષ મહારાજા પદે રહ્યા. ૧પ ધનુષની કાચા, ૧૦ હજાર વર્ષ આ ભૂમિને ભોગવી મિનાથ ભગવાનના સમયે થયા. એ નિમનાથ ભગવાનના ભક્ત હતા. એમણે રાજ્ય વૈભવ ભોગવવા છતાં પણ ધર્મ આરાધના કરી. ભગવાન પાસે દીક્ષા લીધી અને મોક્ષે ગયા.
233