________________
ઋષભ પ્રભુના સ્થાપેલા ઇક્વાકુ વંશમાં થયેલો છે. એ વંશના પણ કેટલાક રાજાઓનાં ચરિત્રો ચોથા સર્ગમાં આપેલાં છે. તે વાંચનારને રસ પડે તેવા છે. સર્ગ પહેલામાં- રાક્ષસવંશ ને વાનરવંશની ઉત્પત્તિથી માંડીને રાવણ અને તેના બંધુઓના જન્મ પર્વતની હકીકત છે. સર્ગ બીજામાં- રાવણે સાધેલી વિદ્યાની હકીકતથી માંડીને તેણે કરેલા દિગ્વિજયની હકીકત છે. તેની અંદર વાલી વિદ્યાધરના પરાક્રમની તથા નારદે કહેલી યજ્ઞાદિકની ઉત્પત્તિની હકીકત રસપ્રદ છે. સત્ય ધર્મથી ચુકેલ વસુરાજાનું ચરિત્ર એમાં સમાયેલું છે. સર્ગ ત્રીજામાં- પવનંજય, અંજનાસુંદરી સતી અને ચરમ શરીરી હનુમાનનું ચરિત્ર છે. તેમાં સતીપણાની ખરી કસોટી કેમ નીકળે છે તે યથાસ્થિત બતાવી આપ્યું છે. સર્ગ ચોથામાં- ઇક્વાકુ વંશમાંથી શરુ થયેલા સૂર્યવંશના કેટલાક રાજાઓનાં ચરિત્રો, રામલક્ષ્મણાદિનો જન્મ, સીતાનું પાણિગ્રહણ, દશરથ રાજાની ચરિત્ર લેવાની ઇચ્છા, કૈકેયીની ભરતને રાજ્ય આપવાની માગણી અને રામચંદ્રનો લક્ષ્મણ તથા સીતા સહિત સ્વેચ્છાએ પિતાનું વિઘ્ન દૂર કરવા વનવાસ-ઇત્યાદિનું વર્ણન છે. સર્ગ પાંચમા માં-રામચંદ્રના વનવાસની ઘણી હકીકત છે. પ્રતિ દંડકારણ્યમાં આગમન. ત્યાં સંબૂકનો લક્ષ્મણના હાથથી, અજાણતા વધ. તે નિમિત્તે યુધ્ધ, રામચંદ્રનું સિંહનાદથી છેતરાવું અને રાવણે કરેલું સીતાનું હરણ-ઇત્યાદિ હકીકત વિસ્તારથી વર્ણવેલી છે. સર્ગ છઠ્ઠામાં- રામચંદ્રનું પાતાળ લંકામાં આવવું, સુગ્રીવાદિ ઉપર કરેલ ઉપકાર, સીતાની શોધનો પ્રયત્ન, તેનો મળેલો પત્તો, હનુમાનને લંકામાં મોકલવો અને તેનું સીતાની ખબર લઈ પાછું આવવું ઇત્યાદિ હકીકત છે. સર્ગ સાતમા માં-રામચંદ્રનું લંકા તરફ પ્રયાણ, વિભીષણનું રામના પક્ષમાં આવવું, રાવણ સાથે યુધ્ધ, લક્ષ્મણને વાગેલી અમોધ વિજયાશક્તિ, વિશલ્યાના આવવાથી તેનું નિવારણ, રાવણે સાધેલી બહુરૂપી વિદ્યા અને છેવટે લક્ષ્મણના હાથથી રાવણનું મરણ-ઇત્યાદિ હકીકત છે. જેમાં મોટો ભાગ યુધ્ધનાં વર્ણનનો છે. સર્ગ આઠમામાં- વિભીષણને લંકાનું રાજ્ય આપી રામચંદ્રાદિનું અયોધ્યા આવવું, માતાઓ વગેરેને મળવું, લક્ષ્મણનો રાજ્યાભિષેક, આઠમા વાસુદેવ બળદેવ તરીકે પ્રસિધ્ધિ, શત્રુનને મથુરાનું રાજ્ય, સીતાનો અપવાદ અને અરણ્યમાં તજી દીધા પર્વતની હકીકત છે. સર્ગ નવમામાં- સીતાને થયેલા બે પુત્ર, તેનું રામલક્ષ્મણ સાથે યુધ્ધ, સીતાએ કરેલ
218.