________________
પ્રકરણ-3
મધ્યકાલીન જૈન કથા સાહિત્ય
મધ્યકાલીન જૈન સાહિત્યમાં અનેક સાહિત્ય સ્વરૂપોનું ખેડાણ સાધુભગવંતોના હસ્તે થયેલું છે. જેમાં કથા સાહિત્ય એ સૌથી વધુ પ્રચાર પામેલું સ્વરૂપ છે. મધ્યકાલીન જૈન સાહિત્યનો પ્રારંભ લગભગ બારમી સદીથી થયેલો ગણાય છે. અને લગભગ અઢારમી સદી સુધીમાં વિવિધ સાહિત્ય સ્વરૂપોનું ખેડાણ અનેક સાધુભગવંતોના હાથે થયેલ છે. જેમાં રાસા, ફાગુ, બારમાસી, સજ્ઝાયો વગેરે નોંધપાત્ર ગણી શકાય. અને કથા સાહિત્યનું ખેડાણ આ સમયગાળામાં પણ વૈવિધ્યપૂર્ણ રીતે અનેક કથાકારોના હસ્તે થયેલું જોઇ શકાય છે.
૧૨મી સદી સં.૧૧૫૮
કથારત્નકોષ
કથાસાહિત્યની વિપુલતાઃ- કથા સાહિત્ય જૈન સંપ્રદાયમાં વિપુલ છે એ જ રીતે વૈદિક અને બૌધ્ધ સંપ્રદાયમાં પણ અતિ વિપુલ પ્રમાણમાં છે. ભારતમાં તેમજ ભારતની બહાર પણ કથા સાહિત્ય ઉપલબ્ધ થાય છે. જ્ઞાનની દૃષ્ટિએ વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, ભૂગોળ, ખગોળ, ગણિત, આયુર્વેદ, અધ્યાત્મશાસ્ત્ર, યોગવિદ્યા, પ્રમાણશાસ્ત્ર વગેરે વિદ્યાઓને સર્વગમ્ય કરવાનું સાધન માત્ર એક કથાસાહિત્ય છે.
આથી જ આમ જનતાને ત્યાગ, તપ, વૈરાગ્ય, ધીરજ, ક્ષમા, નિઃસ્પૃહતા, પ્રાણીસેવા, સત્ય, નિર્લોભતા, સરળતા આદિ ગુણોની સિધ્ધિ માટે મહાપુરુષોએ સાહિત્ય સર્જન કર્યું છે. આ ષ્ટિથી કથા સાહિત્યનું મૂલ્ય અનેકગણું વધી જાય. જૈન પ્રવચનમાં કથાનુયોગનું સ્થાનઃ
જેમ મહાભારત અને રામાયણના પ્રણેતા વૈદિક મહર્ષિઓએ આમ જનતાના પ્રતિનિધિ બની ગ્રંથોની રચના કરી, પણ જ્યારે વૈદિક પરંપરા આમ જનતાની મટી રાજાઓની આશ્રિત થઇ ત્યારે જૈન પરંપરામાં થયેલ તીર્થંકર પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીએ આમ જનતાનું પ્રતિનિધિપણું કર્યું. તેઓએ ધર્મતીર્થ પ્રવર્તાવ્યું અને જૈન પ્રવચનમાં ચાર વિભાગ બતાવ્યા જેમાં કથા સાહિત્યને ખાસ સ્થાન આપ્યું.
શાસ્ત્રકારોના મત પ્રમાણે-ધર્મકથાનુયોગ વિના ચરણ કરણાનુયોગની સાધના કઠણ બની જાય છે. ચાર યોગ (ચરકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગાણિતાનુયોગ,
191