________________
આદિનો સમાવેશ થાય છે.
ત્યારબાદ ઉત્પત્તિના ક્રમ પ્રમાણે અજિતસ્વામી આદિ – ર૩ તીર્થકર, સગર આદિ ૧૧ ચક્રવર્તી, નવ વાસુદેવ, નવ બલદેવનું ચરિત્ર આપેલ છે. તેની સાથે નવ પ્રતિવાસુદેવનું ચરિત્ર પણ આવી જાય છે.
આમ આ ચરિત્રોનાં વર્ણન ૩પન મહાપુરિસ વરિય'માં સુંદર રીતે આલેખાયા છે. જેની કથાવસ્તુ આગળ વર્ણવેલ છે.
વિક્રમ સંવત ૧૬૨
-:ઉપમિતિ ભવ પ્રપંચ કથાઃ
રચનાકાળઃ- આ કથાની રચના આચાર્ય સિધ્ધર્ષિએ વિ.સં.૯૬ર જ્યેષ્ઠ સુદિ પંચમી ગુરુવારના દિવસે કરી હતી, તેવું કથાના અંતે એક પ્રશસ્તિના આધારે જોવા મળે છે. આ ગ્રંથ ભિન્નમાલ નામના નગરના જૈન મંદિરમાં રચાયો હતો. અને દુર્ગસ્વામીની ગણા” નામની શિષ્યાએ તેની પ્રથમ પ્રતિ તૈયાર કરી હતી.
સિધ્ધર્ષિનું ચરિત પ્રભાવક ચરિત(૧૪)માં પણ આપવામાં આવ્યું છે. તેમાં સિધ્ધર્ષિને માઘના પિતરાઈ ભાઈ કહેવામાં આવ્યા છે. પરંતુ આ વાતમાં કોઈ ઐતિહાસિક તથ્ય નથી. વાર્તાદીપ’ પુસ્તકમાં પ્રિયદર્શને વર્ણવ્યા પ્રમાણે સિધ્ધર્ષિનું જીવન ચરિત્ર:જુગારી બન્યો સિધ્ધર્ષિ:- ભીનમાલ (રાજસ્થાન)ની આ એક ઐતિહાસિક વાત છે. નગરમાં શુભંકર શેઠ તેમના પત્નીનું નામ લક્ષ્મી, એકનો એક દીકરો હતો સિધ્ધ. એની વહુનું નામ હતું ધન્યા.
ખરાબ મિત્રોની સોબતના કારણે સિધ્ધ જુગાર રમતો થઈ ગયો. અડધી રાત્રે ઘરે આવે આ બધું જોઈ લક્ષ્મીને પુત્રવધૂ માટે સહાનુભૂતિ જાગી. રાત્રે વહુને કીધું આજે તું શાંતિથી સૂઈ જા સિધ્ધ આવશે તો હું સંભાળી લઈશ. ધન્યા સૂઈ ગઈ. લક્ષ્મી તો દીકરાની પ્રતીક્ષા ભરીને જાગતી બેઠી. સિધ્ધ ઘરે આવ્યો અને દરવાજા ખખડાવ્યા ત્યારે લક્ષ્મીએ રોષથી કહી દીધું દરવાજા નહિ ખૂલે જા... જતો રહે.
સિધ્ધ માથું નીચું કરીને રસ્તા પર નીકળી પડ્યો. કોક જગ્યા મળે તો વિશ્રામ ' લઉં ત્યાં એક ખુલ્લા બારણાવાળું મકાન દેખાતા રાત્રિ ત્યાં વીતાવી. સવારમાં ઘણા સાધુઓને જોયા. સાધુઓની ચર્ચા જોઈ એને ગમવા માંડ્યું. સમજી વિચારીને ત્યાં જ ગુરુદેવ શ્રી દુર્ગસ્વામીના ચરણોમાં જીવન સાધના કરવા લાગ્યા. ભગવાન મહાવીરની
182