________________
સંભવતઃ હરિવંશપુરાણ તેમની અંતિમ કૃતિ છે. હરિવંશપુરાણ વિષયક અન્ય રચના
હરિવંશ પુરાણ- ધર્મકીર્તિ ભદ્રારક (સં.૧૯૭૧) હરિવંશ પુરાણ- શ્રુતકીર્તિ હરિવંશ પુરાણ- જયસાગર હરિવંશ પુરાણ- જયાનંદ હરિવંશ પુરાણ – મંગરસ
૧૦મી સદી
ચઉપન્ન મહાપુરુષ ચરિત્ર ચઉપન્ન-મહાપુરિસ-ચરિય” ગ્રંથના અનુવાદકર્તા આચાર્ય હેમસાગરસૂરિ કહે છે કે,
“પૂર્વે થયેલા મહાપુરુષો-આર્ય ભદ્રબાહુ સ્વામી, સ્થૂલભદ્રજી, વજસ્વામી, કાલકાચાર્ય, આરક્ષિતસૂરિ, સિધ્ધસેનદિવાકરસૂરિજી, મલ્લવાદીસૂરિ, જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ, દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ, હરિભદ્રસૂરિજી, ઉદ્યોતનસૂરિજી, શીલાં કાચાર્ય, સિધ્ધર્ષિ ગણિ, મલધારી હેમચંદ્રસૂરિ, ક. સ. હેમચંદ્રાચાર્ય, ઉ.યશોવિજયજી આદિ શાસનના સ્તંભ સરખા અનેક વિદ્વાન મહાપુરુષો થઈ ગયા. જેમણે ભાવી ભવ્યાત્માઓ માટે વિવિધ અનુયોગ ગર્ભિત શાસ્ત્ર રચનાઓ કરેલી છે. તે રચનાઓ પૈકી શીલાંક અર્થાત્ શ્રી શીલાચાર્યે રચેલ કથાનુયોગ સ્વરૂપ પ્રાકૃત ગદ્ય-પદ્ય ૧૧ હજાર શ્લોક પ્રમાણ “ચઉપન્ન-મહાપુરિસ-ચરિય” છે. જેમાં ર૪ તીર્થકરો, ૧ર ચક્રવર્તીઓ, નવ બળદેવો અને નવ વાસુદેવો છે. નવ પ્રતિ વાસુદેવોના ચરિત્રો અંતર્ગત હોવાથી ગણતરીમાં લીધાં નથી. વચ્ચે કેટલીક કથાઓ ઉપદેશ રૂપે કહેલી છે. બીજા ચરિત્રો સાથે સરખાવતાં આ ચરિત્રોમાં કોઈ કોઈ સ્થળે ભિન્નતા જણાશે. ‘વિબુધાનદ નાટક’નો પ્રસંગ પણ કથારસની પુષ્ટિ કરનારો છે. કેટલાક સ્થળે ઉપદેશ, કર્મના ફળો, પ્રસંગોપાત કરેલા વર્ણનો છેલ્લા નેમિનાથ ભગવાનના ચરિત્રથી પૂર્ણાહુતિ સુધીના ચરિત્રોમાં કાવ્યકારે પોતાની શક્તિ અનુપમ દાખવી છે. કેટલાક ચરિત્રો ઘણા ટૂંકાવેલા છે. એકંદર સંક્ષેપ રુચિવાળા વાચકોને આ ચરિત્રો રુચિકર બનશે."
ચઉપન્ન-મહાપુરિસ-ચરિય” ગ્રંથના અનુસંધાનમાં વિદ્ધવાન પંડિત લાલચંદ્ર ભગવાન ગાંધી કહે છે કે, “શ્રી જૈન પ્રવચનના પ્રભાવક સમર્થ જૈનાચાર્યોએ વિશિષ્ટ પ્રતિભા દ્વારા લોકોપકાર માટે વિવિધ વિષયક ગ્રંથોની રચના કરી છે. તેમાંનું એક
180