________________
બધા ધૂર્તોએ લાચારીથી તેને સ્વામિની માની લીધી. તેણે પોતાની ધૂર્તતા દ્વારા એક શેઠ પાસેથી રત્નજડિત વીંટી મેળવી અને તેને વેંચીને ખાદ્ય સામગ્રી ખરીદી. બધા ધૂર્તોને ભોજન કરાવ્યું. બધા ધૂર્તો તેની પ્રત્યુત્પન્નમતિની પ્રશંસા કરી અને સ્વીકાર કર્યો કે પુરુષો કરતાં સ્ત્રી વધુ બુધ્ધિશાળી હોય છે.
આમ, આચાર્ય હરિભદ્ર ધર્મકથાના એક અદભુત રૂપનો આવિષ્કાર કર્યો છે. આ રચના પ્રચુર હાસ્ય અને ચંગથી પરિપૂર્ણ છે.
૮મી સદી
ઉપદેશપદ ગ્રંથ ઉપદેશપદ” ગ્રંથની રચના પ્રભાવક પ્રૌઢ ઉપદેશ તરીકે સુપ્રસિધ્ધિ જૈનાચાર્ય શ્રી હરિભદ્રાચાર્યે કરી છે. આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં રચાયો, ૧૦૩૯(૪૦) જેટલી ગાથાઓ આ ગ્રંથમાં છે. પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રાચાર્યે ૧૪૦૦ જેટલા પ્રકરણ ગ્રંથોની રચના કરી હતી, જેમાંથી વર્તમાનમાં ૭૫ જેટલા ગ્રંથો ઉપલબ્ધ છે. - ઉપદેશપદની પ્રાચીન પ્રતિઓ:૧. વિક્રમ સંવત ૧૧૭૧ માં લખાયેલી ઉપદેશપદની એક તાડપત્રીય પ્રતિ,
જેસલમેરના ભંડારમાં છે. (જે.ભ.ગ્રંથસૂચિ, પૃ-૩૪,૩૬) ૨. બીજી એક તાડપત્રીય પોથી સંવત ૧૧૭માં લખાયેલી છે. ૩. ત્રીજી એક તાડપત્રીયપોથી સંવત ૧ર૧રમાં અજમેરુ દુર્ગમાં મહારાજા
વિગ્રહરાજના રાજ્યમાં લખાયેલી છે. તે વર્ધમાનસૂરિની ટીકા સાથે છે. (જે.ભં., સૂચી પૃ.૬/ ૭)
ઉપદેશપદ' ગ્રંથનો અનુવાદ આચાર્ય હેમસાગરસૂરીશ્વરજીએ તેમજ તેનું પુનઃ સંપાદન મુનિ શ્રી રત્નત્રયવિજયજીએ વિ.સં.ર૦૬૧માં કર્યું. આ ગ્રંથનું મૂલ્યાંકન કરતા હીરાલાલ ૨. કાપડિયા કહે છે કે,
ઉપદેશપદ ગ્રંથમાં અનેક સ્થળે ઉપદેશને સચોટ બનાવવાના હેતુથી કાષ્ટાનિકોનો ઉલ્લેખ કરાયો છે. આ ગ્રંથ ઉદાહરણનો-કથાઓના ભંડાર છે. બધી કથાઓમાં પાઇયમાં રચેલી બ્રહ્મદત્તની કથા સૌથી મોટી છે. એમાં પ૦૫ પદ્યો છે. આ ગ્રંથમાં મોટે ભાગે કથાઓ પદ્યમાં છે.” *
167