________________
રડવાનો ડોળ કરે છે. નંદક ધનકુમારને બચાવવા પાણમાં પડવાનું વિચારે છે પરંતુ તેને રોકવામાં આવે છે. પત્નીના આવા ખરાબ કૃત્યથી ધનકુમાર મરતો નથી પણ બચી જાય છે. તે સમુદ્રના બીજા કાંઠે પહોંચે છે. ત્યાં મહેશ્વરદત્ત ગારૂડી મંત્રની સાધના કરવા સમુદ્ર કાંઠે સ્થિર હતો. તે ધનકુમારને ઓળખી જાય છે. તેને ધનકુમારે પોતાના પર કરેલ ઉપકાર યાદ આવે છે અને તેને ગારૂડી વિદ્યા આપી વિદાય કરે છે. માર્ગમાં જતા રાજાના માણસો પરદેશી માની પકડે છે. તે બધી સાચી હકીકત કહે છે. રાજાના માણસો વાત સાંભળે છે. એ જ વખતે એક વાંદરાએ ધનકુમારનું વસ્ત્ર ચીર્યુ. ત્યારે તેમાંથી ‘ત્રૈલોકયસાર’નામની રત્નાવલી પડે છે. મંત્રીએ તે જોઇ તેની પૂછપરછ કરી. ત્યારે ધનકુમારે કહ્યુ ૧ વર્ષ પહેલા તેણે ખરીદેલી. રાજા સુધી આ વાત પહોંચે છે. રાજા તેને ગુનેગાર જાણી વધ કરવાની આજ્ઞા કરે છે. તે જ વખતે એક બાજ પક્ષી છાબડીમાંથી રત્નાવલીને માંસ સમજી લઇ જાય છે. હવે ધનકુમારને મારવા રાજપુરુષો સ્મશાનમાં લઇ ગયા. ચંડાળને સોંપવામાં આવે છે. પરંતુ ચંડાળ તેને મારતો નથી. એ જ સમયે રાજાના પુત્રને સર્પડંસ થાય છે અને ગારૂડી મંત્રથી ધનકુમાર તેનું વિષ ઉતારે છે. રાજા તેને માફ કરે છે. રાજા તેને રત્નાવલી મળ્યાની હકીકત પૂછે છે. રાજપુત્રી જીવિત હોવાના સમાચાર મળે છે. આથી રાજા તેને નિર્દોષ માને છે. રાજા તેનું યોગ્ય બહુમાન કરી સુશર્મનગરમાં મોકલે છે. ધનશ્રીના આ કૃત્યની બધી વાત તે પરિવારને કરે છે. ધનકુમાર ધનદેવ ચક્ષના મંદિરમાં પૂજા કરી દાન ધર્મ કરી સિધ્ધાર્થ નામના ઉદ્યાનમાં જાય છે. ત્યાં યશોધર નામના શ્રમણને જુએ છે. તે શ્રમણને તેમણે ચારિત્ર ગ્રહણ કરવાનું દીક્ષા લેવાનું કારણ પૂછે છે અને એ સાંભળી માતા-પિતા સાથે ધનકુમાર દીક્ષા લે છે.
આ બાજુ નંદક અને ધનશ્રી નામ બદલી સમુદ્રદત્તના નામે કૌશામ્બી નગરીમાં રહે છે. ધનમુનિ એકવાર નંદકના ઘરમાં પ્રવેશ કરે છે. ધનશ્રી તેને ઓળખી જાય છે અને તેને ફરીથી મારવાનો પ્રયત્ન કરે છે. તે મુનિની પાછળ દાસીને મોકલે છે અને મુનિનું રહેવાનું સ્થાન જાણે છે. પછી તે તેની પાછળ જઇ કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા મુનિની આજુબાજુ કાષ્ઠ ગોઠવી તેને મારી નાંખે છે. મૃત્યુ પામી મુનિ પંદર સાગરોપમના આયુષ્યવાળા શુક્રકલ્પ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અહીં મુનિની હત્યા કરનારની શોધ થતા ધનશ્રી પકડાઇ જાય છે. તેને દેશ નિકાલની સજા કરવામાં આવે છે. અને એકવાર રસ્તામાં સર્પડંશથી મૃત્યુ પામી તે વાલુકાપ્રભા નામની નરક પૃથ્વીમાં નારકી બને છે.
આમ ચોથા ભવમાં મુનિની હત્યાનું ક્રૂર વર્ણન હૃદય દ્રાવક છે. સ્ત્રી ચરિત્રનું પણ દર્શન થાય છે. નોળિયા, સર્પ, માછલાના ભાગો કાપ્યા એ બધા વર્ણનો ચીતરી ચડે એવા છે.
160