________________
નામની પટ્ટરાણીથી ગુણસેન નામના પુત્રનો જન્મ થાય છે. ગુણસેન જેવું નામ છે તેવી જ રીતે ગુણોથી યુક્ત છે. આ જ નગરમાં યજ્ઞદત્ત પુરોહિત અને સોમદેવા તેની ભાર્યા છે. જેને અગ્નિશર્મા નામનો પુત્ર છે. તે દેખાવે બેડોળ-બેઢંગો છે. બધા તેની હાંસી ઉડાવે છે. આથી તે વિચારે છે મેં ધર્મ નથી કર્યો એટલે તિરસ્કાર મળે છે. એને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. તે તપોવનમાં જાય છે.
તપોવનમાં કુલપતિજી આચારોની સમજ આપે છે અને તેને તાપસ દીક્ષા આપે છે. આ નવીન તાપસ દીક્ષાના દિવસે જ પ્રતિજ્ઞા કરે છે કે ચાવજીવ મહિના મહિનાના ઉપવાસ કરવા અને પારણાના દિવસે જે પ્રથમ ઘરે પ્રવેશ કર્યો ત્યાં પારણું કરવું જો પ્રથમ ઘરે પારણાનો યોગ ન હોય તો બીજા ઘરે પારણુ ન કરવું.
અહીં પૂર્ણચંદ્ર રાજા ગુણસેનના લગ્ન વસંતસેના નામની રાજકુંવરી સાથે કરાવે છે અને પુત્રનો રાજ્યાભિષેક કરી પોતે તપોવનવાસ સ્વીકારે છે. ગુણસેન રાજા એકવાર વસંતપુર નગરમાં આવે છે. વિમાનચ્છેદક મહેલમાં પ્રવેશ કરે છે. (અહીં મહેલનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.) રાજા પોતે અણ્વ ક્રિીડા કરવા નીકળે છે ત્યારે થાક ઉતારવા સહસ્રામ્રવન ઉદ્યાનમાં બેઠા છે. ત્યાં બે તાપસકુમાર આવ્યા રાજાએ તેઓનું બહુમાન કર્યું. રાજા તપોવનમાં કુલપતિ પાસે આવે છે. અગ્નિશર્મા તાપસને મળે છે અને તેમને પારણું કરવા આવવાનું આમંત્રણ આપે છે.
પાંચ દિવસ પછી પારણાના દિવસે અગ્નિશર્મા તાપસ રાજાના મહેલમાં પ્રવેશ કરે છે ત્યારે ગુણસેન રાજાને તીવ્ર મસ્તક વેદના થઈ છે. આખુ અંતઃપુર ઉદ્વિગ્ન બની ગયું છે. મહેલના બધા અધિકારી ચિંતામાં છે. તેમાંથી કોઈએ પણ તાપસની આગતા-સ્વાગતા કરી નહિ. આથી તાપસ પાછા ચાલ્યા જાય છે અને બીજા મહિનાના ઉપવાસ ચાલુ કરે છે. રાજાની મસ્તક વેદના શાંત થતા પરિવારને પૂછે છે કે તાપસની આગતા-સ્વાગ્ના કરી કે નહિ? ત્યારે બધા અધિકારીઓ ના પાડે છે. રાજાને પસ્તાવો થાય છે. પશ્ચાતાપ કરતા કુલપતિ પાસે જાય છે. માફી માંગે છે. ફરીવાર પારણું કરવાનું આમંત્રણ આપે છે.
બીજે મહિને તાપસ જ્યારે પારણું કરવા જાય છે ત્યારે રાજા યુદ્ધ માટે પ્રયાણ કરે છે, પરિવાર આખો આકુળ-વ્યાકુળ છે. તેથી તેઓએ તાપસને પારણું ન કરાવ્યું. થોડો સમય પસાર કરી તાપસ હાથી-ઘોડાના અડફેટમાં આવવાના ડરથી રાજાના ઘરથી બહાર નીકળે છે. આ વખતે પણ રાજા કુલપતિની માફી માંગે છે અને ત્રીજી વખત પારણું કરવાનું આમંત્રણ આપે છે.
ત્રીજી વખત જ્યારે તાપસ પારણું કરવા જાય છે ત્યારે રાજા મહેલમાં રાજપુત્રનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો હોય છે. ત્યારે કોઈ તેને વચન માત્રથી “પધારો એવો
157