________________
અને તેમનું અપહરણ વગેરે પ્રદ્યુમ્નચરિતમાં આપ્યું છે.
ત્રીજા પ્રકરણ મુખમાં કૃષ્ણપુત્ર શામ્બ અને ભાનુની ક્રીડાઓનું વર્ણન છે. તે અનેક સુભાષિતોથી ભર્યું છે.
ચોથા પ્રકરણ પ્રતિમુખમાં અન્ધકવૃષ્ણિનો પરિચય અને તેના પૂર્વ ભવોનું વર્ણન છે. અન્ધકવૃષ્ણિના પુત્રમાં જ્યેષ્ઠ સમુદ્રવિજય હતો. અને કનિષ્ઠ વસુદેવ. વસુદેવની આત્મકથા, પ્રદ્યુમ્ને વ્યંગ કરવાથી શરૂ થાય છે. પ્રસંગ એ છે કે સત્યભામાના પુત્ર સુભાનુના વિવાહ માટે ૧૦૮ કન્યાઓને એકત્ર કરવામાં આવી પરંતુ તેમને છીનવી લઇને રુક્મણિપુત્ર શામ્બે વિવાહ કરી લીધા. તેથી પ્રદ્યુમ્ને પોતાના દાદા વસુદેવને કહ્યું, જુઓ! શામ્બે તો કંઇ કર્યા વિના બેઠા બેઠા જ ૧૦૮ વધૂઓ મેળવી લીધી જ્યારે આપ તો સો વર્ષ સુધી દેશદેશાન્તરમાં ભ્રમણ કરીને સો મણિઓને જ મેળવી શકયા. વસુદેવે ઉત્તર આપ્યો કે શામ્બ તો કૂપમંડૂક છે એટલે સરળતાથી પ્રાપ્ત ભોગોથી તે સંતુષ્ટ થઇ જાય છે. મેં તો પર્યટન કરી અનેક સુખ દુઃખોનો અનુભવ કર્યો છે. પર્યટન દ્વારા વિવિધ પ્રકારના અનુભવો થાય છે અને જ્ઞાનમાં વૃધ્ધિ થાય છે. ત્યાર પછી વસુદેવ પોતાના સો વર્ષોના ભ્રમણનું વિવરણ પ્રસ્તુત કરે છે.
પાંચમું પ્રકરણ શરીર પહેલા લંભકથી શરૂ થઇ ૨૯મા લંભકમાં સમાપ્ત થાય છે. તેમાં જે કન્યાઓ સાથે લગ્ન થાય છે તે કન્યાઓનાં નામો ઉપરથી તે તે લંભકનું નામ રાખવામાં આવ્યું છે. આ લંભકોના કથા પ્રસંગોમાં જૈન પુરાણોમાં આવેલાં અનેક ઉપાખ્યાનો, ચરિતો, અર્ધ ઐતિહાસિક વૃત્તોનું સંકલન કરવામાં આવ્યું છે. આ સંકલન પાશ્ચાવર્તી અનેક કાવ્યો અને કથાઓનું ઉપજીવ્ય છે. ગન્ધર્વદત્તા લંભકમાં વિષ્ણુકુમારચરિત, ચારુદત્તરિત આવે છે તથા જૂના જમાનામાં આપણા દેશમાં સાર્થ કેવી રીતે ચાલતો હતો અને વ્યાપારી માલ લાદી સમુદ્ર માર્ગે દેશવિદેશ સાથે કેવી રીતે વ્યાપાર કરતો હતો વગેરેનું જીવંત ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે. અર્થવવેદ પ્રણેતા પિપ્લાદની કથા આપવામાં આવી છે. નીલજલસા અને સોમસિરિ આ બે લંભકોમાં આખું ૠષભદેવ પુરાણ આપવામાં આવ્યું છે. કેટલાય તીર્થોની ઉત્પતિ કથાઓ પણ આપવામાં આવી છે.
સાતમા લંભક પછી પ્રથમ ખંડનો બીજો અંશ શરૂ થાય છે. મદનવેગા લંભકમાં સનતકુમાર ચક્રવર્તીની કથા તથા રામાયણની કથા આપવામાં આવી છે. અહીં નિરૂપિત રામકથા પઉમરિયની રામ કથાથી કેટલીય વાતોમાં ભિન્ન છે. તે વાલ્મીકિ રામાયણ સાથે ઘણી બધી મળતી છે. ૧૮મા પ્રિયંગુસુંદરી લંભકમાં સગરપુત્રોએ જ્યારે કૈલાસ પર્વતની ચારે તરફ ખાઇ ખોદી ત્યારે તેઓ બળીને ભસ્મ થઇ ગયા તે
149