________________
ત્રણે જણા પ્રભુ ભક્તિમાં સમય વ્યતીત કરવા લાગ્યા.
લંકા નગરીના રાજા રાવણની વ્હેન શુર્પણખાને શંબુકના નામે પુત્ર હતો જે સૂર્યહાસ નામના ધનુષની સાધના કરવા માટે દંડકારણ્યમાં આવ્યો હતો. શંબુકને તપ કરતા બરાબર બાર વર્ષ અને છ દિવસ પસાર થયા હતા. માત્ર એક જ દિવસ બાકી હતો. તેની આસપાસ ચોમેર ઝાડીની ઘટા પ્રસરી ગઇ હતી. તે સમયે લક્ષ્મણ ફરતો ફરતો ઝાડીની થોડે દૂર આવી ઉભો હતો ત્યાં સૂર્યહાસ નામનું ધનુષ લક્ષ્મણ પાસે આવીને પડ્યું. લક્ષ્મણે ધનુષને અજમાયશ કરવા પેલી ઝાડી તરફ બાણ છોડ્યું. બાણ શંબુકના માથાની આરપાર ઉતરી ગયું. લક્ષ્મણે ત્યા જઇ જોયું તો ધ્યાનસ્થ યોગીનું માથુ કપાઇ ગયેલુ જોયું. લક્ષ્મણને ઘણો પશ્ચાતાપ થયો. રામચંદ્રને સઘળી વાત નિવેદન કરી. રામચંદ્રજીને પણ ઘણું દુ:ખ થયું.
આ તરફ શુર્પણખા પોતાના પુત્રના તપની મુદત પૂરી થતી હોવાથી હાથમાં ભોજનનો થાલ લઇ શંબુક પાસે આવી પહોંચી. શંબુકને મૃત્યુ પામેલો જોતા તેના ક્રોધનો પાર રહ્યો નહિ. ખૂનીની તપાસ કરતા ફરતી ફરતી રામચંદ્રજીની પર્ણકૂટીમાં આવી પહોંચી. રામચંદ્રજી અને લક્ષ્મણના મુખારવિંદ સામે તે ષ્ટિ કરે છે ત્યા બંનેના રૂપ પર મોહ પામી પોતાનો પ્રેમ સંપાદન કરવા માંગણી કરી. લક્ષ્મણ અને રામે તેનો તિરસ્કાર કર્યો. આથી ક્રોધિષ્ટ બની તે પોતાના ભાઇ રાવણ પાસે ચાલી ગઇ.
શુર્પણખા રાવણ પાસે જઇ તેના ભાણેજનું ખૂન કરનાર રાજાને લક્ષ્મણને યોગ્ય દંડ આપી વેરનો બદલો લેવા કહે છે. સીતાના સ્વરૂપનું વર્ણન કરી તેને રાવણની પટરાણી બનાવવાનું કહે છે.
શુર્પણખાના શબ્દોથી રાવણ ઉત્તેજિત થાય છે. પુષ્પક વિમાનમાં બેસી દંડકારણ્યમાં આવી પહોંચ્યો. દૂરથી નજર કરતા લક્ષ્મણ પર્ણકુટીમાં ન હતો. રામચંદ્રજી અને સીતાજી હતા. એટલે વિદ્યાના બળે દૂર ઉભા રહી લક્ષ્મણના જેવો સિંહનાદ કર્યો. એ સાંભળી રામચંદ્રજી બોલ્યા,‘નક્કી લક્ષ્મણ સંકટમાં લાગે છે.’’
તે એની મદદે એ દિશામાં જાય છે. તેટલામાં રાવણ પર્ણકુટીમાં સીતાજી પાસે આવે છે અને સીતાજીને ઉંચકી પોતાના વિમાનમાં નાંખ્યા. વિમાન આકાશમાર્ગે ઉઠ્યું. સીતાજી દગો થયો માની કલ્પાંત કરવા લાગ્યા. વિમાન લંકાનગરીમાં આવ્યું. રાવણે સીતાજીને અશોકવાટિકામાં મૂક્યા. સીતાજી રામચંદ્રજીની સંભાળ ન મળે ત્યાં સુધી અન્ન-જળ ત્યાગ કરે છે. રાવણ સીતાને મનાવવા અનેક સ્ત્રીઓને મોકલે છે પણ સીતાજી તિરસ્કાર કરે છે. મંદોદરી પણ રાવણને ‘સીતા એક પવિત્ર દેવી છે’ માટે તેને નહિ સતાવવાનો બોધ કર્યો પણ રાવણે ગણકાર્યો નહિ.
144