________________
સુગ્રીવ, વાલી, અષ્ટાપદ-ક્ષોભ, દશરથ, જનક, સીતા, ભૂતશરણમુનિ, જટાયુપક્ષી, શબૂક, વિભીષણ, કુંભકર્ણ, ઇન્દ્રજિત, રામ, લક્ષ્મણ, ભામંડલ, વિશલ્યાકન્યા, રાવણવધ, નારદ, ભરત અને તેનો હાથી સાથે સંબંધ, સીતા-નિર્વાસન, તેની કઠોર તપશ્ચર્યા, દીક્ષા, લક્ષ્મણનું મૃત્યુ, રામવિલાપ, લવણ-અંકુશના તપ, હનુમાનની દીક્ષા, રામનિર્વાણ વગેરે મુખ્ય પાત્રોના વર્તમાન, ભૂત અને ભાવી ભવો, એમણે બાંધેલા શુભાશુભ કર્મના ભોગવટાઓ કેવી રીતે ભોગવ્યા. વચમાં સંવેગોત્પાદક ધર્મદેશના. તે કાળે ચાલતા જાણવા યોગ્ય રીત-રિવાજો, અનેક પ્રકારના રસપૂર્ણ વર્ણનો આલેખ્યા છે. વળી આ ચરિત્રમાં અનેક રાજા-રાણીઓ, કુંવર-કુંવરીઓ, પ્રધાનો, શ્રેષ્ઠીઓ આદિની સંખ્યાબંધ દીક્ષાઓ અને નિર્વાણો થયા છે. ચરિત્રનાયકના સમયમાં વીશમાં શ્રી મુનિસુવ્રતસ્વામી તીર્થકર ભગવંતનું શાસન પ્રવર્તતું હતું. તેમના શાસનમાં ગામોગામ જિનમંદિરો હતા. તેમાં નિરંતર મહોત્સવાદિ પૂજા-પ્રભાવનાઓ થતી હતી. /૧
આ ચરિત્ર વાંચનારને માર્ગ પ્રાપ્તિ, સમ્યત્વ, દેશ-સર્વવિરતિ યાવત્ મનુષ્યભવ સફલ કરવાની સામગ્રી નક્કી પ્રાપ્ત થાય છે. ગ્રંથકારે છેવટમાં (પત્ર ૪૮૦) કહેલ છે, તે પ્રમાણે ઇચ્છિત મનોરથની સફલતા થાય છે અને દુર્ગતિના માર્ગનો નાશ થાય છે. પઉમચરિયું વિશે વિદ્વાન હીરાલાલ ૨. કાપડિયા કહે છે કે,
પઉમચરિયમાં સીતાપતિ રામની કથા રજૂ કરાઈ છે. “પઉમ” એ પાઇય-પ્રાકૃત શબ્દ છે અને એને માટેનો સંસ્કૃત શબ્દ “પા” છે. પાઇયસમહષ્ણવમાં પઉમ શબ્દના વીસ અર્થો આપ્યા છે. આ પૈકી ૧૧ અર્થો સચેતન પદાર્થોના-વ્યક્તિઓના નામરૂપ છે. ૧. સીતાપતિ રામચંદ્ર, ર.વાસુદેવ કૃષ્ણના વડિલબંધુ-બલરામ, ૩. આ અવસર્પિણીમાં ઉત્પન્ન થયેલા એક ચક્રવર્તી રાજા પક્વોતરના પુત્ર, ૪.એક નૃપતિ, પ.માલ્ય પર્વતના અધિષ્ઠાયક દેવ, ૬.ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં ઉત્પન્ન થનારા આઠમા ચક્રવર્તી, ૭.ભરતક્ષેત્રના ભાવિ આઠમા બલદેવ, ૮.શ્રેણિક નરેશ્વરનો એક પૌત્ર, ૯. એક જૈન મુનિ, ૧૦.પદ્મવૃક્ષના અધિષ્ઠાયક દેવ, ૧૧.મહાપા નામના જિનદેવ પાસે દીક્ષા લેનાર એક નૃપતિ."/>
રામાયણ ગુણરત્નસૂરિ “જૈન રામાયણ ગ્રંથ” પ્રસ્તાવના લખતા જણાવે છે કે,
પાછળની ઘણી સદીઓથી ભારતના જ નહિ, પરંતુ સંપૂર્ણ વિશ્વના જન સામ્રાજ્યના હદયમાં જેટલો પ્રભાવ રામાયણ અને મહાભારતનો રહ્યો છે, તેટલો બીજા કોઈ ગ્રંથનો દેખાતો નથી. ભારતીય વ્યક્તિ પછી ભલે તે કોઈપણ પ્રાંતનો
134