________________
તેવી લાગે છે. તેઓ પોતાની કળામાં એવા પ્રવીણ હોય છે. અમુક મકાન, રથ, આદિમાં કેટલું લાકડું જોઈશે તે ગણતરી કર્યા વગર બતાવી શકે છે. એ તેની કર્મા બુદ્ધિની કળા છે. (૧૦) આપૂપિક - ચતુર કંદોઈ વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવે છે. તેને માપ્યા વિના જ કેટલી ચીજ કેટલા વજનની જોઈએ તેનું અનુમાન કરી લે છે. કોઈ કોઈ પુરુષ પોતાની કળામાં એટલા પ્રસિદ્ધ થઈ જાય છે કે દૂર-દૂરના દેશો સુધી તેની કીર્તિ ફેલાઈ જાય છે. એ તેની કર્મજા બુદ્ધિની કળા છે. (૧૧) ઘટઃ- કુંભકારો ઘડો બનાવવામાં એટલા ચતુર હોય છે કે ચાલતા ચાકડા પર જલ્દી જલ્દી રાખવા માટે માટીનો પિંડ એટલો જ લે છે કે જેનાથી ઘડો બરાબર બની જાય છે, આ તેની કમજા બુદ્ધિની કળા છે. (૧૨) ચિત્રકારઃ- કુશળ ચિત્રકાર પોતાની કળાથી ફૂલ, પાંદડા, ઝાડ, નદી, ઝરણા, મૂર્તિ આદિના એવા ચિત્રો બનાવી આપે છે કે તેમાં અસલી, નકલીનો ભેદ કરવો કઠિન થઈ પડે છે. તે પશુ, પક્ષી, દેવ અથવા માનવના ચિત્રોમાં પણ પ્રાણ રેડી દે છે. અને ક્રોધ, ભય હાસ્ય તથા ધૃણા આદિના ભાવો તેના ચેહરા પર એવા અંકિત કરે છે કે જોનાર થંભી જાય છે.
ઉપરનાં બારે ઉદાહરણ કાર્ય કરતાં, તેના અભ્યાસથી ઉત્પન્ન થયેલ કર્મજા બુદ્ધિના છે. આવી બુદ્ધિ માનવને પોતાના વ્યવસાય કાર્યમાં દક્ષ બનાવે છે. પરિણામિકી બુદ્ધિનું લક્ષણ અને દૃષ્ટાંતો:(૧) અભયકુમાર - માલવ દેશમાં ઉજ્જયિની નામની નગરી હતી. ત્યાં ચંદ્રપ્રદ્યોતન રાજા રાજ્ય કરતા હતા. એક વાર તેણે પોતાના સાઢુભાઈ રાજગૃહના રાજા શ્રેણિકને દૂત દ્વારા કહેવાડાવ્યું કે જો તમે તમારું અને તમારા રાજ્યનું ભલું ચાહતા હો તો અનુપમ વંકચૂડ હાર, સેચનક હાથી, અભયકુમાર પુત્ર અને રાણી ચેલણાને વિલંબ કર્યા વગર મારી પાસે મોકલી દો. દૂત દ્વારા ચંદ્રપ્રદ્યોતનનો આ સંદેશ સાંભળીને શ્રેણિક રાજા ક્રોધથી ધમધમાયમાન બન્યા. તેમણે દૂતને કહ્યું-દૂત અવધ્ય હોય છે માટે તમને હું છોડી દઉં છું. તમે તમારા રાજાને જઈને કહી દેજો-જો તમે તમારી કુશળતા ચાહતા હો તો અગ્નિપથ, અનિલગિરી હસ્તી, વર્જાઘ દૂત અને શિવાદેવી રાણી એ ચારેયને મારી પાસે શીધ્રાતિશીધ્ર મોકલી દો.
મહારાજ શ્રેણિકની આજ્ઞા દૂતે ચંદ્રપ્રદ્યોતન રાજાને કહી સંભળાવી તેની વાત સાંભળીને રાજાને બહુ ક્રોધ આવ્યો અને પોતાના અપમાનનો બદલો લેવા માટે રાજગૃહ પર મોટી સેના લઈને ચડાઈ કરી અને રાજગૃહને ચારે બાજુથી ઘેરી લીધું.
129