________________
શેઠે શ્રેણિકને પૂછ્યું-આપ અહીં કોના ત્યાં અતિથિ બનીને આવ્યા છો?
શ્રેણિકે વિનમ્રભાવે મીઠી ભાષામાં કહ્યું કે, શ્રીમાન! હું આપનો જ અતિથિ છું. શ્રેણિકનો ઉત્તર સાંભળી શેઠનું હદય પ્રફુલ્લિત થઈ ગયું. તે બહુ જ પ્રેમથી શ્રેણિકને પોતાના ઘરે લઈ ગયો અને ઉત્તમોત્તમ વસ્ત્ર, ભોજન આદિથી તેનો સત્કાર કર્યો, શ્રેણિકના શેઠના ઘરે આગમન થવાથી શેઠની પ્રતિષ્ઠા દિવસે દિવસે વધી ગઇ.
શેઠે ધીરે ધીરે વાતચીત કરીને પોતાની પુત્રી નંદાના લગ્ન શુભ દિવસે અને શુભ મુહૂર્ત શ્રેણિકની સાથે કરી આપ્યા. - શ્રેણિક શ્વસુરગૃહે તેની પત્ની સાથે રહેવા લાગ્યો. થોડા સમય બાદ નંદા દેવી ગર્ભવતી બની અને યથાવિધ ગર્ભનું પાલન પોષણ કરવા લાગી.
બીજી બાજુ શ્રેણિકના ચાલ્યા જવાથી પ્રસેનજિત રાજા બહુ ચિંતાગ્રસ્ત બન્યા અને ચારે બાજુ શ્રેણિકની શોધ કરવા માણસોને મોકલ્યા. થોડા દિવસ શોધ કરતા માણસો બેનાતટ આવ્યા. ત્યાં શ્રેણિક મળતાં તેને પ્રાર્થના કરી કે તમે શીધ્ર રાજગૃહ પધારો. શ્રેણિક તેની પત્નીની સંમતિ લઈ પોતાનો વિસ્તૃત પરિચય લખીને રાજગૃહ તરફ જાય છે. રાજાએ શ્રેણિકને રાજ્ય આપ્યું.
આ બાજુ નંદાને હાથી પર બેસવાનો દોહદ થયો છે તેના પિતાએ સહર્ષ પૂર્ણ કર્યો. સમય વીતતા સવા નવ માસે પુત્ર રત્નનો જન્મ થયો. તેનું નામ ‘અભયકુમાર રાખ્યું. બાળક દિવસે દિવસે વૃધ્ધિ પામતો ગયો. પ્રારંભિક જ્ઞાનથી લઈ અનેક શાસ્ત્રનો અભ્યાસ કરી ૭૨ કળાઓમાં તે પ્રવીણ થયો.
એક દિવસ ઓચિંતા અભયકુમાર પ્રશ્ન કરે છે કે, મારા પિતાજી કયાં છે? પુત્રના આ પ્રશ્નનો જવાબ આપતા માતા સર્વ હકીક્ત જણાવે છે. પિતાનો લખેલ પત્ર વંચાવે છે. તે વાંચીને અભયકુમારને ખબર પડી કે તેના પિતા રાજગૃહના રાજા છે. તે ત્યાં જવા નીકળે છે.
ચાલતા ચાલતા તેઓ રાજગૃહ નગરની બહાર પહોંચ્યા. પોતાની માતાને સાથીદારોની પાસે એક સુંદર સ્થાન પર રાખીને અભયકુમાર નગરમાં ગયો. ત્યાંનું વાતાવરણ કેવું હશે? રાજાજીના મને દર્શન કેવી રીતે થશે? વગેરે વિચાર કરતો કરતો તે ચાલ્યો જતો હતો. ત્યાં નગરની અંદર એક જળરહિત કૂવાની આસપાસ માણસોની ભીડ જોઇ. અભયકુમારે કોઈ એક વ્યકિતને પૂછ્યું-બધા કૂવાના કાંઠે શા માટે ભેગા થયા છો? તેણે કહ્યું-પાણી વગરના સૂકા કુવામાં અમારા રાજાની સુવર્ણ મુદ્રિકા(વીંટી) પડી ગઈ છે. રાજાએ ઘોષણા કરી છે કૂવામાં ઉતર્યા વગર અને કૂવાના કાંઠે જ ઉભા રહીને પોતાના હાથથી વીટી કાઢી આપશે તેને મહારાજ બહુ સુંદર
122