________________
અનીયસકુમાર આદિ ૬ અણગાર ભાઇઓ જેઓ એકસરખા દેખાતા હતા. તેમનું દેવકીમાતાને ત્યાં ગોચરી અર્થે આગમન-એ પ્રસંગમાં મુનિરાજોનું ભિક્ષાર્થ ગમન, ગોચરીનો સમય, ગોચરી પહેલાની પ્રતિલેખન આદિ વિધિનું વર્ણન છે. બે -બેના સંઘાડામાં ત્રણવાર મુનિઓના આવવા છતાં દેવકીમાતાની વિના પ્રતિપતિ દાતાની દાનવિધિનું દર્શન કરાવે છે.
પહેલા વર્ગના પહેલા અધ્યયનમાં કૃષ્ણ વાસુદેવની ધનપતિ વૈશ્રમણ દેવ કુબેરની બુધ્ધિ કૌશલ્યથી નિર્મિત દ્વારિકા નગરીનું વૈભવશાળી વર્ણન છે. કૃષ્ણ વાસુદેવની ત્રણે ખંડની બાહ્ય અત્યંતર રાજસંપદા અને નગર સંપદાનું આલેખન છે. આટલી સમૃધ્ધિ હોવા છતાં તેઓ માતા પ્રત્યેની અપૂર્વ ભક્તિથી પ્રેરાઇને માતાની એક નાનો પુત્ર હોવાની ભાવનાને પૂરી કરવા અક્રમ તપ કરી હરિણગમૈષી દેવને બોલાવે છે. દેવ અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકીને કહે છે. ‘દેવલોકથી એક દેવતા આયુ પૂર્ણ કરી, અવીને તમારો સહોદર લઘુ ભ્રાતા થશે.' આ કથન સૂચવે છે કે દેવ કોઇને પુત્રો આપતા નથી પરંતુ ભવિતવ્યતા હોય તો સંયોગો મેળવી આપે કે જાણકારી આપી શકે.
ત્રીજા વર્ગના આઠમા અધ્યયનમાં ગજસુકુમાલના ઐતિહાસિક કથા પ્રસંગના ઉલ્લેખથી કદાચિત કોઇક જ જૈન અજાણ હશે. દરેક સાધુ-સાધ્વી વ્યાખ્યાનપ્રવચનોમાં ગજસુકુમાલના ગુણગાન અલગ અલગ ષ્ટિકોણથી ફરમાવે છે.
હાથીના તાળવા સમાન સુકોમળ હોવાથી માત-પિતાએ ગજસુકુમાલ નામ રાખ્યું. તેમની પ્રભા, ચમક, કાંતિ, રંગના વર્ણન પરથી જાણવા મળે છે. તેઓ સુંદર હતા. યુવાવસ્થા આવતા સુધીમાં ૭૨ કળાના પ્રવીણ બને છે. સોમિલ નામના બ્રાહ્મણની સોમા નામની કન્યા પર ગજસુકુમાલના ભાઇ કૃષ્ણની નજર પડતાં, ભાઇ માટે યાચના કરી, અંતઃપુરમાં રાખે છે. બીજી તરફ ત્યાં અરિષ્ટનેમિ ભગવાન આવે છે. ગજસુકુમાલ ધર્મશ્રવણ કરે છે અને વૈરાગ્યભાવ ઉત્પન્ન થાય છે. અહીં પુત્ર મોહના કારણે માતા દેવકી પુત્રને અનુકૂળ, પ્રતિકૂળ, રાગાત્મક પ્રલોભનો, સંયમ માર્ગની કઠિનાઇઓ આદિ અનેક પ્રકારે ગજસુકુમાલને યોગથી ભોગ તરફ વાળવાની યુક્તિઓ, ઉક્તિઓથી સમજાયા કરે છે. તે તમામના સચોટ વૈરાગ્યપૂર્ણ પ્રત્યુત્તર સાથેના માતા-પિતાનું અત્યાધિક સુંદર વર્ણન છે.
કૃષ્ણ મહારાજ તેમના વૈરાગ્યની કસોટી કરવા રાજ્યાભિષેક કરાવે છે. પણ ગજસુકુમાલનો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય રંગ લાવે છે. દીક્ષાના દિવસે જ બારમી ભિક્ષુ મહાપ્રતિમાની આરાધના કરવા, ભગવાનની આજ્ઞા લઇ મહાકાળ નામના સ્મશાનમાં જાય છે. આ મહાપ્રતિમાના વહન વખતે અવશ્ય દેવ, મનુષ્ય કે તિર્યંચકૃત ઉપસર્ગ
94