________________
- અંતગડ દશાંગ સૂત્રઃઅંતગડ સૂત્ર વિશે આગમ મનીષી ત્રિલોકમુનિ કહે છે કે,
કથાઓ અને જીવન ચરિત્રોના માધ્યમથી આ સૂત્રમાં અનેક શિક્ષાપ્રદ અને જીવન પ્રેરક તત્વોનું માર્મિક રૂપથી કથન કરવામાં આવ્યું છે. તેથી આ સૂત્ર વાચકો માટે અને વિશેષ રૂપે વ્યાખ્યાતાઓ તથા શ્રોતાઓ માટે પણ રુચિકર આગમ છે. આથી જ સ્થાનકવાસી પરંપરાઓમાં મોટે ભાગે દર વર્ષે પર્યુષણ પર્વના આઠ દિવસોમાં આ સૂત્રનું વ્યાખ્યાન સભામાં વાંચન અને શ્રવણ કરવામાં આવે છે.”
“આ સૂત્રમાં ૯૦ ચારિત્રાત્માઓનું વર્ણન છે. જેમણે તે જ ભવનાં અંતમાં સમસ્ત કર્મોનો અંત કરી દીધો. આ કારણથી આ સૂત્રનું નામ “અંતકૃત” છે તે સાર્થક છે. રુચિપૂર્વક આ આગમનું શ્રવણ કરવાથી શુધ્ધ અને સાચો આનંદ આવે છે. " શ્રી અતંગડ સૂત્ર વિશે ગુણવંત બરવાળિયા કહે છે કે,
“શ્રી અંતગડ દશાંગ સૂત્રમાં અંતમુહૂર્તમાં મોક્ષે ગયેલા પુણ્યાત્મા આરાધક મુનિઓના જીવન શ્રાવકના ત્રણ મનોરથ ચરિતાર્થ કરવાના પ્રેરક બને છે. આ સૂત્રમાં સહનશીલતાથી સફળતા સુધીની યાત્રાનું વર્ણન છે. શ્રાવક સુદર્શન ‘નમો જિણાણું જિયભયાણના જાપ કરે છે. ત્યારે સેંકડો કિલો વજનનું શસ્ત્ર તેના પર ફેંકવામાં આવે છે છતાં તે વાગતું નથી. જપ સાધનાને કારણે તેની આસપાસ સુરક્ષાચક્ર રચાય છે અને તેને બચાવે છે. આ ઘટનાનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરતા જણાશે કે અદશ્ય પદાર્થ દશ્યને રોકી શકે. સુરક્ષાનો એક અદશ્ય ફોર્સ આપણી આસપાસ રચાય જે મેટલને પણ રોકી શકે છે. ગોશાલકે ભગવાન સામે ફેંકેલી તેજી લેણ્યા વખતે પણ આવું જ થયું.'
ગજસુકુમાર માથે અંગારા મૂક્યા ત્યારે તેને પીડા થઈ. સાધુ લોચ કરે ત્યારે પહેલી ચાર પાંચ લટ ખેંચે ત્યારે દુઃખ પીડા થાય પછી તે પીડા ઓછી થાય એનો અર્થ એ થયો કે આપણી ભીતર એનેસ્થેસિયા સક્રિય થાય છે. આપણી અંદર પીડાશામક રસાયણ સર્જાય છે જે નેચરલ એનેસ્થેસિયા છે. અંદરમાં એવું કાંઈ તત્ત્વ સર્જાય છે જે તત્વ આપણી સહનશીલતાને વિકસાવે છે. આ સંશોધનનો વિષય છે. શ્રી અંતગડ સૂત્ર વિશે ડૉ. કેતકી યોગેશ શાહ કહે છે કે,
“અગિયાર અંગસૂત્રોમાં આઠમા સ્થાને અંતગડદશાંગ સૂત્ર છે. અંતગડ સૂત્ર એટલે સંસારનો સંપૂર્ણ અંત કરાવતી અંત:કરણની યાત્રા. આ સૂત્રનો એક શ્રુતસ્કંધ છે. મૂળમાં ર૩,૨૮,૦૦૦ પદો હતા. વર્તમાનમાં ૯૦૦ શ્લોક પ્રમાણ છે. તેમાં ૮ વર્ગ છે,
92