________________
આદિએ પાંચ મહાવ્રતનો સ્વીકાર કર્યો. (૧૩) ર૫મું ફ્રીય અધ્યયન છે.
વારાણસી નગરીમાં જયઘોષ અને વિજયઘોષ નામના બે બ્રાહ્મણ હતા. એકવાર જયઘોષ ગંગા સ્નાન માટે ગયો. ત્યાં દેડકાનું ભક્ષણ કરતા સર્પને જોઈ બ્રાહ્મણ જયઘોષને વૈરાગ્ય ઉત્પન્ન થયો. સંસાર ત્યાગી ભાગવતી દીક્ષા લીધી. આરાધના કરતા શાસ્ત્રમાં નિપુણ બન્યા.
એકવાર જયઘોષમુનિ પૃથ્વી તલ પર વિહાર કરતા વારાણસી નગરીમાં ગયા. એ જ વખતે વિજયઘોષ બ્રાહ્મણ યજ્ઞ કરતો હતો. જયઘોષમુનિ માસક્ષમણના પારણે ગોચરી વ્હોરવા નીકળ્યા અને વિજયઘોષ બ્રાહ્મણના યજ્ઞ મંડપમાં પહોંચ્યા. પરંતુ વિજયઘોષે ગોચરી આપવાથી ઈનકાર કર્યો. અને કહ્યું કે, “આ આહાર તો સ્વ-પરનુ કલ્યાણ કરે એને આપવા યોગ્ય છે. વિજયઘોષની વાત સાંભળી જયઘોષ મુનિને જરા પણ ગુસ્સો ન આવ્યો. અને વિજયઘોષને સાચું જ્ઞાન આપવા ચાર પ્રશ્નો પૂછ્યા. (૧)વેદનું મુખ કયું? (ર)યજ્ઞનું મુખ કયું? (૩)નક્ષત્રનું મુખ કયું? (૪)ધર્મનું મુખ કયું?'
આ પ્રશ્નો સાંભળી વિજયઘોષ ચૂપ થઈ ગયો અને આ પ્રશ્નોના જવાબ પૂછ્યા. જયઘોષ મુનિએ કહ્યું,
(૧)વેદનું મુખ અગ્નિહોત્ર હિંસાદિ ભાવોને ત્યાગ કરવાવાળો સાચો બ્રાહ્મણ છે. (ર) જ્ઞાર્થી યજ્ઞનું મુખ છે. (૩)નક્ષત્રોનું મુખ ચંદ્રમા છે. (૪)ધર્મનું મુખ આદિનાથ પ્રભુ છે. કારણકે સર્વ પ્રથમ તેમણે ધર્મ પ્રકાશન કર્યું હતું.”
આ સાંભળી વિજયઘોષને સત્ય સમજાયું અને દીક્ષા લીધી. નિર્મળ સંયમ પાળી ધર્મ આરાધના કરતા બંને મોક્ષે ગયા.
આમ, આ દૃષ્ટાંત કથાઓમાં વિવિધ રસોના વર્ણન સાથે ઉપદેશ પણ છે. દરેક કથામાં અંતે શાંતરસમાં પરિણમન થાય છે. આ જનકથાની લાક્ષણિકતા છે.
ઉપાસકદશાંગ સૂત્ર ઉપાસકદશાંગ સૂત્રની પ્રસ્તાવનામાં ત્રિલોકમુનિ મ.સા. કહે છે કે,
“જૈન ધર્મમાં ત્યાગ અને સાધનાનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તીર્થંકર પરમાત્મા ધર્મ તીર્થની સ્થાપના કરે તેમાં ચાર અંગ હોય છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. એમની સાધનાને બે વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. શ્રમણ ધર્મ અને