________________
સર્વજીવોને સરળતાથી સ્વાધ્યાય યોગ્ય અને રસ ભરપૂર તેમજ વૈરાગ્ય, અધ્યાત્મ તથા ત્યાગથી તરબોળ વર્તમાનકાળમાં “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર” ઘણું જ પ્રચલિત અને પ્રસિધ્ધ છે. શ્રી વીરપ્રભુની અંતિમવાણી રૂપ આ છત્રીશ અધ્યયનથી શોભતા “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર” અનેકોને સ્વાધ્યાયથી ઉપકાર જનક બની રહ્યું છે. આ ગ્રંથ કથાનુયોગમાં પ્રવિષ્ટ છે પરંતુ અનેક રસભર્યા વિષયોની વાણી તે પીરસી જાય છે.”
મુનિ સંતબાલ દ્વારા કરાયેલ ‘ઉત્તરાધ્યયન સૂત્ર' ગ્રંથના ભાવાનુવાદની ચોથી આવૃત્તિ વિષે મનુ પંડિત કહે છે કે, મુનિશ્રીના આ અનુવાદમાં ભગવાન મહાવીરની વાણીમાં જે માંગલ્ય છે તેને મુનિશ્રીએ પોતાથી મધુરતા અને મૌલિકતાથી ભરી દીધું
ઉત્તરાધ્યયન સૂત્ર” ગ્રંથના ભાવાનુવાદક મુનિશ્રી સંતબાલ કહે છે કે,
જ્યારથી ઉત્તરાધ્યયન સૂત્રનું વાંચન કરેલું ત્યારથી તે સૂત્ર પ્રત્યે આકર્ષણ થયેલું. ભગવાન મહાવીરના અન્ય સૂત્રોમાં જે વચનો છે તે પૈકી પ્રથમ ઉત્તરાધ્યયનને તદ્ન નવી ઢબે સંસ્કારવાની ભાવના પ્રથમ ઉદ્ભવવાનાં બે કારણો હતા. (૧)સરળતા (૨)સર્વવ્યાપકતા.” સૂત્ર પરિચય:- આ સૂત્રમાં ધાર્મિક ઉપદેશાત્મક દંત કથાવાળા ૧૩ અધ્યયન છે. કેટલાક અધ્યયનમાં સૈધ્ધાંતિક માહિતી છે. જેમ કે (૨૪, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૩૩, ૩૪,૩૬) અધ્યયન ૭ - બકરાનું દૃષ્ટાંત - ૩૦ ગાથા ૮ – કપિલ મુનિનું દૃષ્ટાંત - રવ ગાથા ૯ - નમિ રાજાનો ગૃહ ત્યાગ - ૬ર ગાથા ૧૨ - હરિકેશબલ – ૪૭ ગાથા ૧૩ – ચિત્રસંભૂતિ – ૩૫ ગાથા ૧૪ – ઈષકાર નગરના દેવો – પ૩ ગાથા ૧૮ - સંતરાજા - ૫૪ ગાથા ૧૯ - મૃગાપુત્ર - ૯૮ ગાથા ર૦ – અનાદિમુનિ – ૬૦ ગાથા ૨૧ - સમુદ્રપાલ – ૨૪ ગાથા રર – રથનેમિ – ૪૯ ગાથા