________________
૪૩
પ્રાચીન પ્રતિમા લેખસંગ્રહ
૪૪. સાચોર૧૪ શ્રી તપગચ્છીય મહાવીર સ્વામીના દેરાસરની પ્રતિમાના લેખો ૧. મૂળનાયકની ગાદી ઉપરનો લેખ १६८. ॥ ६॥ संवत् १६८१ वर्षे प्रथम चैत्र वदि ५ गुरौ अध्येह श्री
साचोरमहानगरे श्रीमहावीरचैत्ये श्रीमति बुहाणागोत्रे सा. तेजा भार्या जयवंतदे पुत्र सा. पुणश्री जयमल्लजी वृद्धभार्या सरूपदे पुत्र सा. पुणसी सा. सुंदरदास सी. (सा.) आसधरेण लघुभार्या धर्मवती सोहागदे पुत्र सा. नरसिंहदास प्रमुखपुत्रपौत्रादिश्रेयसे सा. श्रीजयमल्लजी नाम्ना
૧૪. સાચોરમાં ગોડીજી પાર્શ્વનાથના દેરાસરજીમાં ગોડી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા સં. ૧૮...
માં જિનેંદ્રસૂરિજી એ કરાવેલ છે. પાસે એક દેરીમાં બે પગલાની જોડ છે તેના ઉપર સંવત ૧૮૧૯નો લેખ છે. અહિં ગામમાં તપાગચ્છીય મહાવીરસ્વામીના દેરાસરમાં એક આચાર્યની મૂર્તિ છે. આબૂઉપર વિમલશાહના દેરાસરમાં ગૂઢમંડપના ગોખલામાં છે તેવી જ છે. લગભગ રાા (અઢી) ફૂટ ઉંચાઈ હશે.બન્ને પગ પાસે એક-એક સાધુ બેઠેલા અને એક એક સાધુ એમ કુલ ૪ સાધુ દેશના સાંભળવા બેઠેલા છે. પગ પાસે ઠવણી છે. તેની ઉપર સ્થાપનાચાર્યજી છે. ગુરૂ ભગવંતના ડાબા હાથમાં પુસ્તક છે. જમણો હાથ ઉંચો રાખેલો છે. ખભા ઉપર મુહપત્તિ છે. શરીર ઉપર કપડાનો આકાર છે. લેખમાં સંવત્ પ્રાયઃ “શરૂ૩૦' જેવી વંચાય છે. થોડા ભાગમાં “બાસાઢ સુદ ગુરૌ શ્રીવ્રતાપIછે આટલુ વંચાય છે. બાકીનો થોડો લેખ ચૂનામાં દબાઈ ગયેલો હોવાથી વંચાતો નથી. મૂર્તિ મનોહર અને સુંદર છે.
અત્યારે મોટા મંદિર પાસે મસ્જિદ છે. લોકો કહે છે કે પૂર્વે અહિં બાવન જિનાલય હતું. મસ્જિદ પણ મોટી છે. તેથી પહેલા દેરાસર જરૂર હોવુ જોઇએ. તથા ત્યાં મસ્જિદમાં એક થાંભલા ઉપર લેખ છે પણ ચૂનો લગાડેલો હોવાથી વાંચી શકાતો નથી. મહાવીરસ્વામીનું તપાગચ્છનું દેરાસર તથા ખરતરગચ્છનું દેરાસર અસલ લાકડાનું છે. પરંતુ અત્યારે જીર્ણોદ્ધાર કરવા લાયક છે. મહાવીરસ્વામીની મૂર્તિ સુંદર છે. પરિકર સહિત છે.