SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમસ્વામી વગેરે સાથે કેવી રીતે ગાઢ સંકળાયેલી છે તે દર્શાવવામાં આવ્યું છે. એ રાજગૃહ નગરીના ગુણશીલ નામના ચૈત્યમાં એક વખત ભગવાન મહાવીર એ સમયે સમોવસર્યા હતા. વનપાલક પાસેથી આ વધામણી સાંભળી શ્રેણિક રાજા તેમને વંદન કરવા માટે નીકળ્યા. રસ્તામાં તેમણે એક મુનિવરનાં દર્શન કર્યા. જે એક પગ પર ઊભા રહી, સૂર્ય સમક્ષ બે હાથ ઊંચા કરી કાઉસગ્ન કરી રહ્યા હતા : મારગમઈ મુનિવર મિલ્યા, હું વારીલાલ રહયઉ કાઉસગિ રિષિરાય રે, એક પગ ઊભી રહયઉ હું વારીલાલ પગ ઉપરિ ધરી પાય રે, શ્રેણિક રાજાની સાથે એના સેવકો, દૂતો, સૈનિકો વગેરે હતા. એમાં સુમુખ અને દુમુખ નામના રાજાના બે દૂત વચ્ચે આ મુનિવરની તપશ્ચર્યા અંગે વિવાદ થયો. સુમુખે મુનિવરના ત્યાગવૈરાગ્યની પ્રશંસા કરતાં વચનો કહ્યાં. પરંતુ દુમુખે મુનિવરને ધિક્કારતાં વચનો કહ્યાં. “અરે! આ તો પાખંડી છે. પુત્રને ગાદી આપી પોતે તપશ્ચર્યા કરવા નીકળ્યા છે. પણ એમને ખબર નથી કે શત્રુઓ વખત જોઈને એની નગરીને ઘેરો ઘાલશે, એની રાણીને કેદ પકડશે, એના પુત્રને મારી નાખશે, પુત્ર મરતાં આ નિઃસંતાન મુનિને કોઈ પિંડદાન દેશે નહીં અને તેથી તે દુર્ગતિ પામશે” દુમુખનાં આ વચનો મુનિને કાને પડ્યાં પરંતુ રાજા શ્રેણિકને આ બન્ને દૂતોના વિવાદની કોઈ જ ખબર નહોતી. શ્રેણિક રાજા તો હાથી પરથી ઊતરી આ મુનિવરને પ્રણામ કરી આગળ ચાલ્યા. શ્રેણિક ભગવાન મહાવીર પાસે પહોંચ્યા. ભગવાનની દેશના સાંભળ્યા પછી રાજાએ પ્રશ્ન પૂછ્યો : “હે ભગવાન, રસ્તામાં મેં એક મુનિવરને જોયા. ઉગ્ર તપશ્ચર્યા કરનાર તે મુનિવર જે હમણાં કાળધર્મ પામે તો તેમની ગતિ કેવા પ્રકારની થાય?” ભગવાને કહ્યું, “તે સાતમી નરકે જાય” આવી ઉગ્ર તપશ્ચર્યા કરનારની આ ગતિ થાય તેનું આશ્ચર્ય રાજાને થયું. તેમના મનમાં સંશય થયો. કંઈ સમજ ન પડી એટલે થોડી વાર પછી ભગવાનને ફરી પ્રશ્ન કર્યો તો જવાબ મળ્યો કે, “હવે જો તે કાળધર્મ પામે તો સર્વાર્થ સિદ્ધિઓ જાય” ભગવાનના આ ઉત્તરથી રાજાને વધારે સંશય થયો. રાજા શ્રેણિકનો સંશય દૂર કરતાં ભગવાને કહ્યું, “દુમુખના વચનથી વિલ્કલચીરી રાસ + 45
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy