________________
ચંદનબાળાએ મૃગાવતીને આપેલા ઠપકાનો પ્રસંગ અને ક્ષમાપના કરતાં-કરતાં મૃગાવતીને પ્રાપ્ત થયેલા કેવળજ્ઞાનનો પ્રસંગ ઇત્યાદિ
પ્રસંગો કવિએ રસિક રીતે નિરૂપ્યા છે. ૧૭. કવિએ રાસમાં ધર્મોપદેશની બાબતોને પણ સહજ રીતે રસક્ષતિ ન થાય
એ રીતે, બલકે કથાવસ્તુના નિરૂપણને પોષક બને એ રીતે ગૂંથી લીધી છે. ભાષાની દૃષ્ટિએ કવિએ પોતાના સમયની ગુજરાત-રાજસ્થાનમાં પ્રચલિત તત્કાલીન ગુજરાતી ભાષા સાથે સિંધુ ભાષાની અંદર એક ઢાલ પ્રયોજીને રાસની વિશિષ્ટતા અર્પે છે.
આમ સમગ્ર દૃષ્ટિએ જોતાં મૃગાવતી ચરિત્ર એ આપણા એક સિદ્ધહસ્ત શ્રી સમયસુંદરજીના હાથે લખાયેલી એક અદ્વિતીય જૈન રાસ સાહિત્યમાં અનોખી ભાત પાડતી મહત્ત્વની કૃતિ છે.
મૃગાવતી ચરિત્ર-રાસ +43