________________
ચક્રવીનઈ ચકવિઉ જિમ નેહ, ચંદચકોર જિસિઉ ગુણગેહ, નખ ન મ સ હતી તે પ્રીતિ તે ચિત્રામ ટલી ગયઉ જિમ ભીતિ. પતિના મૃત્યુ માટે તત્પર રાણી માટેની આ ઉપમા – ઉંદર કેડી બિલાડી ભમઈ તિમ તાકી તાકીનઈ દમઈ.
અને સાહેલીની રૂપસૌંદર્યની વાતના પ્રચારની વ્યાપકતાને આલેખતી આ પંક્તિઓ –
જિહાં તે કુમર અછઈ જે નગરિ, વાત ગઈ જિમ ભમતી ભમરિ...
અવશ્યપણે મનોહારી, સચોટ અને ભાવકના હૃદયને મુગ્ધ કરનારી છે. પોટ્ટિલાથી આકર્ષિત થયેલા તેતલપુત્રના પ્રણયભાવને કામની કમલ ભમર મન રમછ' એ રૂપક દ્વારા ઔચિત્યપૂર્વક અને કાવ્યાત્મક રીતે નિરૂપ્યો છે.
સ્થળ, પ્રસંગ કે ભાવપ્રેરક સ્થિતિનાં લાંબા વર્ણનો કવિ આપતા નથી. વાણીનું લાઘવ અને ઓજસ કવિતાને સક્ષમ બનાવે છે. રાજાના કુંવર બાળપણ વિતાવીને યૌવનના પગથિયે પગ મૂકે છે, તેનું આલેખન ચિત્તાકર્ષક છે :
સાયરની જિમ વાધી વેલિ. બીજ મયંક વધઈ જિમ હેલિ, જલ સિંચિલે જિમ વાધઈ વૃક્ષ, કુમર વધઈ તિમ સોઈ સલક્ષ.
તેમની કવિતામાં નગરી, સ્ત્રીસૌંદર્ય અને પ્રણયભાવવિષયક વર્ણનો વિશેષ રીતે નોંધપાત્ર બને તેવાં હોય છે. તેટલીપુત્ર અને પોલિાના પ્રણયસભર દાંપત્યજીવનનું વર્ણન એક પછી એક કાવ્યોચિત દૃષ્ટાંતો યોજીને પ્રાસાદિક અને પ્રવાહી શૈલીમાં કર્યું છે :
28 જૈન ચસ વિમર્શ