________________
કૃતવંદના
શ્રુતપૂજા એ જિનપૂજા છે. જૈન ધર્મમાં શ્રત સાહિત્યનું અમૂલ્ય મહત્ત્વ છે એટલે જ દિપાવલી પછી નવા વર્ષના પ્રારંભે કાર્તિક સુદ પાંચમને જ્ઞાન પંચમી તરીકે પૂજાય છે અને તે દિવસે પ્રત્યેક જૈન જ્ઞાનપૂજા કરે છે. આ સાહિત્ય, આ કૃત સાહિત્ય જ જૈનધર્મની, કહો કે પ્રત્યેક ધર્મની જીવાદોરી છે. આ શબ્દયાત્રા થકી જ સર્વે ધર્મો ગઈકાલથી આજ સુધી પહોંચી શક્યા છે.
- પરમ પૂજ્ય પંજાબ કેસરી આચાર્ય ભગવંત વિજય વલ્લભસૂરીશ્વરજી મ. સા. પ્રેરિત શ્રી મહાવીર જૈન વિદ્યાલય એની સ્થાપનાના એક સૈકા પાસે પહોંચી રહ્યું છે. વિદ્યા ક્ષેત્રે જૈન સમાજની આ ધ્વજવતું ઘટના છે. આ સંસ્થામાં આવાસ કરી હજારો જૈન વિદ્યાર્થીઓએ પોતાના ઉજ્જવળ ભાવિના ઘડતરનો પાયો અહીં રહીને નાખ્યો હતો, અને પોતાની યશસ્વી જીવનઈમારતનું નિર્માણ કર્યું છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આ વિદ્યા શિક્ષણ ઉપરાંત જ્ઞાન ક્ષેત્રે મહા નોંધનીય પદાર્પણ કર્યું છે. જિનાગમ પ્રકાશન ટ્રસ્ટ દ્વારા લગભગ ૨૧ આગમોનું પ્રકાશન કર્યું. શ્રી મહાવીર જૈન વિદ્યાલય પ્રકાશન દ્વારા જૈન ધર્મ આધારિત અન્ય પ્રકાશનો પણ પ્રકાશિત કર્યા.
આ ઉપરાંત જૈન સાહિત્યના પ્રસાર, પ્રચાર અને સંવર્ધન માટે ૧૯૭૭થી આ જૈન સાહિત્ય સમારોહના આયોજનો કર્યા. આ સમારોહની પરિકલ્પના જૈન ધર્મના ઊંડા અભ્યાસી ડૉ. રમણલાલ સી. શાહે કરી અને ૧૯૭૭થી ૨૦૦૩ સુધી, એકથી સત્તર સુધી આ સમારોહનું સફળ આયોજન કરી યુવા વર્ગને જૈન સાહિત્ય તરફ આકર્ષિત કર્યો.
૨૦૧૦માં આ સાહિત્ય સમારોહને રૂ૫-માણેક ભાળી ટ્રસ્ટનું સૌજન્ય પ્રાપ્ત થયું અને ૨૦૧૦ના ૨૦મા જૈન સાહિત્ય સમારોહને એક નવી ઊંચાઈ અને વળાંક મળ્યા. આ માટે યશના અધિકારી આ ટ્રસ્ટના સર્જક શ્રી વલ્લભભાઈ ભશાળી અને એમના લઘુ બંધુ મંગળભાઈ છે. પોતાના ષિતુલ્ય પિતાશ્રી પૂ. રૂપચંદચંદજી પન્નાલાલજી ભંસાલી અને જ્યેષ્ટ બંધુ શ્રી માણેક રૂપચંદજી ભંસાલીને આ સૌજન્ય દ્વારા અમૂલ્ય શ્રદ્ધાંજલિ આ સંસ્કારી સરસ્વતીપૂજક લક્ષ્મી