________________
સામે મળતા રિદ્ધિ (ધનસંપત્તિ) દૂર ભાગે, રાંધેલા ધાન્યથી સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય, અને કોહી ગયેલું ધાન્ય કષ્ટદાયક બને છે. ૧૬. નરેન્દ્ર (ઉત્તમ પુરુષરાજા)ની વાણી સાંભળવામાં આવે, પ્રત્યક્ષ દર્શન થાય કે નરેન્દ્ર સામે મળે તો આનંદ ઉપજાવનાર બને છે. ૧૭. અશ્વને ઘોડારમાંથી બહાર કાઢી જે રાજા એકલો એકલો જ અશ્વારુઢ થઈ દોડાવી મૂકે તો તે અશ્વારુઢ રાજા શુભ ગણાતો નથી. ૧૮. મહાભારતમાં વેદવ્યાસે ય કહ્યું છે કે, જેન યતિનું દર્શન શુભ હોય છે. ૧૯. વિદ્યાવંત આચાર્ય સામે મળે તો એક પટ્ટે રાજ્યશ્રી આપનાર બને છે. ૨૦. શુકનાર્ણવ ગ્રંથ સાક્ષી પૂરે છે કે, રાજા-મોર-અશ્વહસ્તિ-વૃષભ અને શ્વેતાંબર સામા મળે તો મનના મનોરથ સફળ થાય છે. ૨૧. ભિક્ષા પામેલો ભીક્ષાચર સામો મળે તો બધાં જ વિઘ્નો હરી લેનારો બને છે પરંતુ ભીક્ષા ન પામેલો ઠાલો ભીક્ષુક સામો મળે તો અનર્થ આપનારો થાય છે. ૨૨. વેશ્યા સન્મુખ થાય તો મંગલકારી બને. જોકે વિવાહ માટે જતા હોય તો એ શુભ ફળ આપતી નથી. એનાથી ક્યારેય સંતતિપ્રાપ્તિ સંભવતી નથી. જો વૃદ્ધ વેશ્યા સામે મળે તો હંમેશાં બધાં જ કાર્યો મનોરથ. નિષ્ફળ થાય છે. ૨૩. પૂર્ણ કુંભ સામે મળે તો પૂર્ણ ફળ મળે, અધ ભરેલ કુંભ અધું ફળ આપે, કુંભનું જોડકું છલકતું તો મહપુણ્યયોગે જ સામું મળે. જોકે ઠાલો કુંભ સામે મળે તો તે અશુભ ફળ આપનાર બને છે. ઠાલો કુંભ લઈ જતી સ્ત્રી પૂંઠ ફરીને પથિકને કશું કહે તો તે પથિકની ચિંતા ટળતી નથી, એનું મન ઉદ્વિગ્ન જ રહે છે. ૨૪. પથિકને પરણીને આવતા મનભાવતા વર-કન્યા ભાગ્ય હોય તો જ સામે મળતા હોય છે. ૨૫. કાળાનીલા વસ્ત્રો પહેરેલા સ્ત્રી-પુરુષ સામે મળે તો તે પથિકનું કાર્યસિદ્ધ થતું નથી. જેમ ખૂબ વરસાદ વરસે ખરો પણ એ વરસાદનું કશું ફળ ન નીપજે તેવું મેહ કાજ મેહ વરસે ઘણું) પથિકનાં કાર્ય બાબતે પણ બને છે. (૨૬) ગાડુ તાણતો, ગાડે જોતરાયેલો પુરષ જો પથિકની નજરે પડે તો પથિકનો વધ, બંધન કારાવાસ) અને મરણ આવી પડે છે. (૨૭) એક બળદ જોડેલું ગાડું સામું ન મળે તે જ પથિકને માટે સારું છે. ૨૮. ઊંટ પર સવારી કરેલો પુરુષ મરદ્યે ઘણું, દોડતું ઊંટ સામે મળે તો તે પથિકને અતિશય કષ્ટ આપનાર બને, ઘણાં (ષણા) ઊંટ = ઊંટનું ટોળું = સામા ઊતરે તો કુશળ પથિકને દુષ્કાળ વેઠવો પડે છે. ૨૯, વીયાયેલી ભેંશ પ્રવેશે તો શુભ શુકન થાય પણ વિવાહ સંદર્ભે આરંભાનારા કાર્યમાં પાડી સહિત ભેંશ પ્રવેશે તો
શકુનશાસ્ત્રચોપાઈઃ ભવિતવ્યમૂલ લૌકિક અનુભવનું સભાવ્ય શાસ્ત્ર 503