________________
શ્વાસોચ્છવાસ લેવા. આટલો વિલંબ કરીને પછી પથિકે હૈયામાં હર્ષ ધારણ કરી પ્રયાણ કરવું. ૨. જો ફરી અપશુકન થાય તો પૂંઠ ફરી સોળ શ્વાસોચ્છુવાસના પ્રાણાયામ કરી પછી પ્રયાણ કરવું. ૩. ત્રીજી વાર શુકન ન થયા હોય એટલે કે ત્રીજી વાર અપશુકન થાય તો તે દિવસે કોઈ પણ વ્યક્તિએ પ્રયાણ કરવું નહીં.
જે વ્યક્તિ શુભ શુકનમાં પ્રયાણ કરે છે તે લાભ, લોભ અને વિજય પ્રાપ્ત કરે છે. માઠા શુકન થયા હોય ત્યારે પ્રયાણ ન કરવું. એટલું જ નહીં પ્રધાન મુખ્ય-મોભી) પુરુષને કહ્યા વિના એની રજા લીધા વિના પ્રયાણ કરવું નહીં.
શુભ શુકન : કાર્યસિદ્ધિમાં આવનારાં સર્વ વિબો દૂર કરી દેનારા અતિશુભશુકન આ પ્રમાણે છે: ૧. વેદધ્વનિ = વેદમંત્રોનો ઘોષ ૨. વીણાવાદન ૩. રાજા રથનાં દર્શન ૪. શંખનાદ તથા ભેરીનાદ, ૫. રાજછત્ર, સિંહાસન કે હાથીના દર્શન ૬. યોગિનીનો જયજયકાર થતો હોય છે. વાછડા સહિતની ગાયની સ્તુતિ કરી શ્વેત પુષ્પની માળા પહેરાવી (અથવા વાછડા સહિતની ગાય, બાળકની મંગલવાણી, શ્વેત પુષ્પમાળા અર્પણ કરે) ૮. દહીં, દુર્વા (દાભડો) અને મદ્ય લઈને આવનારા લોકો પ્રયાણવેળા સામા મળે – આવા અતિ શુભશુકન થતા – અલિય વિઘન સવિ દૂર ટલે' (શુ.શા.ચો.૧૧) - સર્વ અનિષ્ટ-વિબો દૂર ટળી જાય છે.
માઠા શુકન: ગુણવાન વ્યક્તિ નીચેના માઠા અપશુકનો થતા જોઈ પ્રયાણ કરવાનું માંડી વાળે છે: ૧. કેશ – હાડકા – લોખંડ – સાંકળ - રાખ – ઈંધણ અને કપાસ નજરે ચડે ૨. કોઈ વ્યક્તિ કાં જાત – કિહાં જાવ' એવો પ્રશ્ન કરે ૩. ફકરા (ફીકા, પંગુ – ઠાલા હાંડલા નજરે ચડે. છે. પકાવ્યા વિનાના ચામડા (રાટુયાં વિટલ વિણ ચામડાં) છાસ-વિષ-ત્રણ ખપ્પર કટારી અઈદની ખોલ. નજરે પડે. ૫. સાપ-બિલાડો-મરીભલી તેલગોળ નજરે પડે. ૬. ઠીંગણો-વેરી-વિરવો નહીજડો-બહુરૂપિયો - છકી ગયેલો(છાકટો) અને કંજૂસ માણસ નજરે ચડે. ૭. ઠેસ (ઠોકર) વાગે. ૮. ગધેડા કે પાડા પર સવાર થયેલો પુરુષ નજરે ચડે (સામે આવે) ૯. ગર્ભવતી અને રજસ્વલા સ્ત્રી નજરે પડે. ૧૦. ખોડો (લંગડો, આંધળો, અંગહીન, પતિત, પવૈયો (પાવે, રોગી કે દીનદુનઃખિયારો સામો મળે. ૧૧. સસલો, સેહલો (શેળો), કાચિંડો નજરે પડે. ૧૨. પગ ઠોકરાતા (અખડાતા) પાઘડી
શકુનશાસ્ત્રચોપાઈઃ ભવિતવ્યમૂલ લૌકિક અનુભવનું સભા શાસ્ત્ર * 501