SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ગૃહસ્થના ઉક્ત ધર્મોનું પાલન કરવું જોઈએ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્યદેવો ભવ, અતિથિદેવો ભવ આ બધાં સૂત્રોનું પાલન કરવું જોઈએ. વૃદ્ધ તેમ જ આદરણીય વ્યક્તિનું સમ્માન કરવું જોઈએ. માલિકની આજ્ઞામાં રહીને વચનોને માનવાં જોઈએ. માતા-પિતાની સેવા કરવી જોઈએ. કારણ કે આપણા જીવન પર તેમનો ખૂબ જ ઉપકાર હોય છે. માતા-પિતા તેમ જ ગુરુની ભક્તિ કરવી જોઈએ. માર્ગાનુસારીનો બીજો ગુણ માતા-પિતાની સેવાનો છે અન્ય સંબંધોની અપેક્ષાએ માતા-પિતાનો સંબંધ નિકટતમ છે. સંતાન પર તેમના ઉપકાર અગણિત અને અસીમ છે. જેમ માળી છોડની દેખરેખ કરે છે, તેનાથી પણ અધિક માતા-પિતા પોતાનાં સંતાનની દેખરેખ કરે છે, તેમના વિકાસનો હર પ્રયાસ કરે છે. – એક કવિએ કહ્યું કે – પૃથ્વીના સમસ્ત રજકણ તેમ જ સમુદ્રના સમસ્ત જળકણોથી પણ અનંતગણા ઉપકાર માતા-પિતાના હોય છે. આગમ સાહિત્યમાં પણ માતા-પિતાનું સ્થાન દેવ-ગુરુના સમાન દર્શાવવામાં આવ્યું છે. માતા પર દેવ સમાન શ્રદ્ધા કરવી જોઈએ. પ્રસ્તુત વાત દ્વારા આચાર્ય જિનદત્તસૂરિજીએ સગૃહસ્થને પ્રેરણા આપી છે કે માતા-પિતાની સેવા કરવાવાળા બનો. ઉપરોક્ત વર્ણનથી સ્પષ્ટ થાય છે કે ૧૨મી સદીમાં સમાજમાં પરિવારની સ્થિતિ કેવી હતી, ગૃહસ્થોનું જીવન કેવું હતું. આચાર્યે તેમના હિત માટે ખૂબ જ ઉપયોગી શિક્ષાઓ પ્રદાન કરી છે. ઉપદેશ રસાયન રાસની અન્તિમ ગાથામાં ગ્રન્થનો ઉપસંહાર કરતાં આચાર્યે પોતાનું નામ જિનદત્ત અને ઉપદેશળ દર્શાવતાં કહ્યું છે इति जिनदत्तोपदेशरसायनम् इह-परलोकयोः सुखस्य भाजनम् । कर्णाभ्यां पिबन्ति ये भव्याः ते भवन्त्यरागमराः सर्वे ॥८०॥३ 23. Three Aprabhramsa works of jinadattasuri with commentaries, Edited with Introduction, Notes and Appendics, etc by Lalchandra Bhagawandas Gandhi, pub. Oriental Institute Baroda, ૧૯૨૭, pp.૬૫-૬૬ इन जिणदतुवएसरसायणु इहपरलोयह सुक्खह भायगु । कणंजलिहिं पयंति जि भव्वइं ते हवंति अजरामर सव्व ॥ ८०॥ આચાર્યશ્રી જિનદત્તસૂરિષ્કૃત ઉપદેશ રસાયન રાસ ઃ એક અભ્યાસ * 491
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy